GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

ફિચર ફોન યુઝર્સ સુધી સ્માર્ટફોન પહોંચવાની યોજનામાં હજી બે મહિનાનો લાગશે સમય, જાણો કોણ કરી રહ્યા છે કામ

મોબાઇલ ફોન ઉત્પાદકો દેશમાં નીચલા વર્ગ દ્વારા પણ ઉપયોગમાં લેવામાં આવતા ફીચર ફોન્સને સ્માર્ટફોનથી બદલવાની યોજના પર કામ કરી રહ્યા છે. આ માહિતી ગુરુવારે મોબાઇલ ફોન ઉદ્યોગની ટોચની સંસ્થા આઈસીઈએના સભ્ય દ્વારા આપવામાં આવી હતી. લાવા ઈન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હરિ ઓમ રાયે જણાવ્યું હતું કે, ફિચર ફોન યુઝર્સ સુધી સ્માર્ટફોન પહોંચવાની યોજનામાં હજી બે મહિનાનો સમય લાગશે. તેઓ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઇએ) ના વેબિનારને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન વહીવટમાં સ્માર્ટફોનની ભૂમિકા અંગેનો એક રિપોર્ટ પણ બહાર પાડવામાં આવ્યો હતો.

દેશના સ્માર્ટફોનમાં વપરાનારા સોફ્ટવેર પર પણ કામ કરો

રાયે કહ્યું, અમે દેશમાં હાજર તમામ ફિચર ફોન્સને સ્માર્ટફોનથી બદલવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. આનાથી દેશમાં ધરમૂળથી પરિવર્તન થશે જ, પરંતુ આ એપ પરિસ્થિતિકી તંત્ર – ઇકોસિસ્ટમ અને અસલ સોફ્ટવેરની વચ્ચે એપ્લિકેશન બદલાશે તેની ખાતરી પણ કરી લેશે. વેબિનાર દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી સચિવ અજય પ્રકાશ સાહનીએ મોબાઈલ ફોન વિનિર્માતાઓથી મોબાઈલ ફોનમાં વપરાનાર સોફ્ટવેર પર ધ્યાન દેવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે દેશના સ્માર્ટફોનમાં વપરાનારા સોફ્ટવેર પર પણ કામ કરવાનું શરૂ કરવું જોઈએ.

દેશ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યો

સહેનીએ કહ્યું, ‘આ જ મોટો પડકાર (ફીચર ફોનને બદલે સ્માર્ટફોન) એ મોબાઈલ ફોન ઓપરેટિંગ સિસ્ટમ અને દરરોજ ઉપયોગમાં લેવામાં આવતી એપ્લિકેશન વગેરેને લઈને પણ છે. અમારી પાસે નવી એપ્લિકેશનો બનાવવાની ક્ષમતા છે. આજે ભારતમાં કોઈપણ પ્રકારની તકનીકી પર કામ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે ઉદ્યોગે સોફ્ટવેર વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેમાં ભારતીય ડીએનએ છે. સાહનીએ આ રિપોર્ટ બહાર પાડતી વખતે કહ્યું કે દેશ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યો છે. ડિજિટલ માધ્યમ દ્વારા વિવિધ સરકારી સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

સરકાર 300 થી વધુ એપ્સ દ્વારા નાગરિક સુવિધાઓ પહોંચાડી

તેમણે કહ્યું કે સરકાર 300 થી વધુ એપ્સ દ્વારા નાગરિક સુવિધાઓ પહોંચાડી રહી છે. આઈસીઇએ એ કેપીએમજીના સહયોગથી આ રિપોર્ટ તૈયાર કર્યો છે. એક અંદાજ મુજબ 2022 સુધીમાં દેશમાં કુલ 829 મિલિયન સ્માર્ટફોન હશે. આ દેશની 60 ટકા વસ્તીની નજીક છે.

READ ALSO

Related posts

RBIએ ચેકનાં લેણદેણનાં નિયમોમાં કર્યો મોટો બદલાવ, હવેથી ચેક ભરતી વખતે આ ધ્યાન રાખજો

Mansi Patel

જગતગુરુ શંકરાચાર્ય વિશે ટિપ્પણી કરવી ભાજપના આ નેતાને પડી શકે છે ભારે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva

સાબરકાંઠા : ગાયો ચરાવતા બે ભાઈઓ પર વીજ તાર પડતા બન્નેના ઘટનાસ્થળે જ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!