GSTV

સરકાર લેશે આ નિર્ણય તો મોબાઈલ ફોન અને કપડાં પહેરવા થશે મોંઘા

જીએસટી કાઉન્સિલ આગામી સપ્તાહે મોબાઈલ ફોન અને કાપડ પર વસ્તુ અને સેવા કર (જીએસટી) વધારી શકે છે. કાઉન્સિલ રેવેન્યૂ વધારવા માટે ઉંધા કર માળખાને યોગ્ય કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. તૈયાર ઉત્પાદનોની તુલનામાં ઈનપુટ પર ટેક્સના ઉંચા દરના માળખાને કારણે મોટી માત્રામાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ જઈ રહી છે. અન્ય ઉત્પાદનો કે જે ઉંધુ કર માળખું છે, તેમાં કાપડની થેલી, જૂતા, ટ્રેક્ટર વગેરે સામેલ છે. મોબાઈલ ફોન પર જીએસટીના દર 12 ટકા છે, જ્યારે ફોનના પાર્ટ્સ અને બેટરીઓ પર દર 18 ટકા છે.

આ કારણે આમાં ઉંધુ કર માળખુ છે. આનાથી બિનઉપયોદી ઈનપુટ ટેક્સ ક્રેડિટનો મામલો પેદા થાય છે અને આના માટે સરકારને રિફંડ જારી કરવું પડે છે. છેલ્લા એક વર્ષમાં એક ફોન વિનિર્માતાએ જ લગભગ 4,100 કરોડ રૂપિયાના રિફંડનો દાવો કર્યો હતો. એક સરકારી અધિકારીએ કહ્યું કે, ઉંધા કર માળખા મમલાનું નિવારણ કરવું જરૂરી છે. આનાથી રિફંડના રૂપમાં મોટી ધનરાશીની ચૂકવણી કરવી પડે છે. મોબાઈલ ફોન, કાપડ અને અન્ય ચીજો પર દરોમાં સુધારણા કરવામાં આવી શકે છે. એક રજિસ્ટર્ડ ટેક્સપેયર ઈનપુટ પર વધુ કર અને તૈયાર ઉત્પાદન પર ઓછા કરથી દાવા વદર કરવામાં આવેલ આઈટીસીના રિફંડનો દાવો કરી શકે છે.

આ રીતે કાપડ પર જીએસટી દર 5 ટકા છે, જ્યારે અલગ-અલગ રીતના કાપડ પર 12 ટકા કર લાગે છે. શરૂઆતમાં સરકારે કાપડ વિનિર્માતાને આઈટીસી રિફંડનો દાવો કરવાની મંજૂરી નહોતી આપી. પરંતુ પછીથી જુલાઈ 2018ની બેઠકમાં રિફંડને મંજૂરી આપી દીધી. એક અન્ય અધિકારીએ કહ્યું કે, આઈટીસી રિફંડને મંજૂરી ન આપવી જોઈએ. આ સમયે રાજનીતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો.

હવે આ યોગ્ય કરવામાં આવવો જોઈએ. જો તમામ નાણામંત્રી સહમત થઈ જાય તો ઉંધા કર માળખાને યોગ્ય કરવા માટે કાપડ પર જીએસટીના દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી શકે છે. હકીકતમાં, કેન્દ્ર અને અમુક રાજ્યોના અધિકારીઓની એક ઉપસમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ એવા ઉત્પાદનોની યાદી તૈયાર કરશે, જેમાં કરનું માળખુ ઉંધુ છે. જૂતા મામલે 1,000 રૂપિયાથી ઓછી કિંમતના જૂતા પર કરનો દર 5 ટકા છે. તેમ જ વણાંટ વગરના અને ચામડા પર કર 12 ટકા છે. આ રીતે ટ્રેક્ટરના પાર્ટ્સ પર કર 28 ટકા અને ટ્રેક્ટર પર 12 ટકા છે. આ અંગે નિર્માતાઓના મંતવ્યો અલગ-અલગ આવી રહ્યા છે.

Read Also

Related posts

સાવધાન! લોન રીસ્ટ્રક્ચર કરાવી તો રેટિંગમાં લાગી જશે આ થપ્પો, પછી પડશે આ મુશ્કેલીઓ

Arohi

SBIમાં નોકરીની જોરદાર તક: પરીક્ષા વિના જ થઇ રહી છે ભરતી, આ છે અરજીની છેલ્લી તારીખ

Bansari

કામની વાત/ પેમેન્ટ કરતાં પહેલાં ધ્યાનથી વાંચી લેજો, આજથી બદલાઇ ગયા ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ટ્રાન્જેક્શનના નિયમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!