GSTV
Gujarat Government Advertisement

જલદી કરજો/ સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપના દેશમાં વધી શકે છે ભાવ, આ છે મોટા કારણો

Last Updated on May 12, 2021 by Harshad Patel

ભારતમાં આગામી કેટલાંક દિવસોમાં સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપની ડિલિવરી અને ઉપલબ્ધતા પર અસર થઇ શકે છે. અમેરિકન, ચીન અને કોરિયન કંપનીઓ દ્વારા ચીનમાં બનેલી ડિવાઇસની આયાત માટે સરકાર પાસે 80 અરજીઓ છ મહિના કરતા પણ વધારે સમયથી પેન્ડિંગ છે. ઉદ્યોગ જગતના સુત્રોના મતે પાછલા વર્ષે નવેમ્બરથી જ આવા પ્રકારના કમ્પોનન્ટની આયાત સંબંધિત અરજીઓ પેન્ડિંગ છે.

આયાતની મંજૂરી આપવામાં જાણી જોઇને વિંલબ કરાતો હોવાનો આરોપ

સ્માર્ટફોન અને લેપટોપ બનાવતી કંપનીઓ ચીનથી જે માલસામાનની આયાત કરતી તેમાં વાઇફાઇ મોડ્યુલ, બ્લૂટુથ સ્પીકર, વાયરલેસ ઇયરફોન વગેરે શામેલ છે. સ્માર્ટફોન, સ્માર્ટ વોચ અને લેપટોપ વગેરે બનાવવામાં વાઇફાઇડ મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવે છે જેની આયાતની મંજૂરી આપવામાં જાણી જોઇને વિંલબ કરાતો હોવાનો આરોપ મૂકાયો છે. આ કારણસર જ અમેરિકન કોમ્પ્યુટર મેન્યુફેક્ચર કંપની ડેલ અને એચપીની સાથે ચીનની સ્માર્ટફોન કંપની શાયોમી, ઓપો, વિવો અને લેનોવા પોતાના નવા પ્રોડક્ટના લોન્ચિંગની તારીખ આગળ વધારી રહ્યા છે.

ભારત સરકારે ન આપી મંજૂરી

એવો આરોપ મૂકાયો છે કે ભારત સરકારના ટેલિકોમ મંત્રાલયના વાયરલેસ પ્લાનિંગ અને કોઓર્ડિનેશન વિંગ (ડબ્લ્યુપીસી) આ અંગેની અરજી નવેમ્બરથી જ મંજૂરી આપી રહી નથી. આ ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ આ જાણકારી આપી છે. તેઓ આવી અરજીને મંજૂરી આપવા માટે લોબિંગ કરી રહ્યા છે. ઘણી ભારતીય કંપનીઓ પણ આવા પ્રકારના કમ્પોનન્ટની ચીનથી આયાત કરે છે તેમની પણ અરજીઓ પેન્ડિંગ છે. આ અંગે ડેલ, એચપી, શાયોમી, ઓપો અને વિવો તેમજ લેનોવાએ ટિપ્પણી કરવા ઇન્કાર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!