GSTV

સાવધાન! જો તમારું બાળક વધુ પડતા મોબાઈલનો ઉપયોગ કરે છે, તો પડી શકે છે આ ખરાબ અસર

મોબાઈલ

આજકાલ બાળકો ટેક્નોલોજી સાથે સાથે ચાલી રહ્યા છે. મોટા લોકો કરતા એમને એ ખબર છે કે મોબાઈલ ફોનમાં કઈ કઈ વસ્તુ હોઈ શકે છે, કેવી રીતે નવી નવી ગેમ માર્કેટમાં આવી રહી છે અને એના કારણે જ આખો દિવસ તેઓ મોબાઈલ, ટીવી અથવા કોમ્પ્યુટરથી ચીપકી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તામારો બાળક વધુ મોબાઈલ, ટેલિવિઝન અથવા કોમ્પ્યુટરની સ્ક્રીન પર ચીપકી રહે છે તો આ સારા સંકેત નથી કારણ કે એક રિસર્ચમાં આ વાત કહેવામાં આવી છે.

અમેરિકાની કેલિફોર્નિયા સ્થિત મેમોરિયલ કેર ઓરેન્જ કોસ્ટ મેડિકલ સેન્ટરના સંશોધનકર્તા મુજબ, કોઈ પણ બાળક ત્રણ કલાકથી વધુ સ્ક્રીન પર જોયા કરે તો એમની આખો પર અસર થાય છે. સાથે જ તેમના માનસિક સ્વાસથ્ય, શીખવા સમજવા, યાદ શક્તિ તેમજ સંબંધો સાચવવા માટે એ યોગ્ય નથી. ત્યાં જ આજકાલ લોકો પાંચ સાત કલાક સ્ક્રીન પાસે બેસીને કામ કરે છે. એમના પણ ઉદાસી, બેચેની વધી જાય છે. માટે એનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાની સલાહ આપવામાં આવી છે.

થઇ શકે છે આ મુશ્કેલી

મોબાઈલ

મુખ્ય શોધકર્તા ડોક્ટર જીના પોજનર મુજબ જો બાળક સ્ક્રીન પર વધુ સમય પસાર ખાતે છે તો એમનો વજન પણ વધવાની મુશ્કેલી ઉભી થઇ શકે છે. એના માટે તેમણે મેયો ક્લિનિકના એ અભ્યાસનો હવાલો આપ્યો છે જેમાં સ્ક્રીનનો ઉપયોગ દર બે કલાક વધવા પર વજન વધારાની આશંકામાં 23% વધારો થવાની સંભાવના સામે આવી હતી. એટલા માટે વિશેષજ્ઞ માને છે કે બાળકોએ સ્ક્રીનનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. વધારે જરૂરત હોઈ તો જ ઉપયોગમાં લેવું જોઈએ.

સ્કિનનો ઉપયોગ ન કરવાની સલાહ

મોબાઈલ

ડોક્ટર પોજનરે કહ્યું કે સ્ક્રીનથી નીકળવા વળી રોશની સ્લીપ હાર્મન મેલાટોનિનનું ઉત્પાદનથી કરે છે. જેના કારણે બાળકોને સુવામાં ઘણી તકલીફ થાય છે. સાથે જયારે બાળક ઉઠે છે. ત્યારે તેઓને ફ્રેશ મેહસૂસ કરાવતો નથી, કારણ કે પૂરતી ઊંઘ લઇ સકતા નથી અને એની સીધી અસર એની તાર્કિક ક્ષમતા અને યાદશક્તિ પર પડે છે. સુવાના બે કલાક પહેલા બાળકોને સ્ક્રીનનો ઉપયોગ ન કરવાની સલાહ આપવમાં આવે છે.

ત્યાં જ 2018માં પ્રકાશિત એક બ્રિટિશ અધ્યયનનો ઉલ્લેખ કરતા ડોક્ટર પોજનરે કહ્યું કે જે બાળક કલાક સુધી સ્ક્રીન સામે રહે છે એનો ઉપયોગ કરે છે. એમને પીઠનો દુખાવો, કમરનો દુખાવો, માથાના દુખાવા જેવી ઘણી સમસ્યા સામે આવે છે. મારે આપડે કોશિશ કરવી જોઈએ કે બાળકોને સ્ક્રીનનો ઉપયોગ ઓછામાં ઓછો કરવા દેવામાં આવે.

Read Also

Related posts

મોટો સર્વે: ભારતમાં 37 ટકા મહિલાઓને પુરૂષોની સરખામણીએ મળે છે ઓછો પગાર, 10માંથી 7 મહિલાઓ કરે છે બાળકોની સારસંભાળ

Pravin Makwana

અરવલ્લી જિલ્લામાં પણ ભાજપનો દબદબો : ભિલોડાના કોંગી MLA ડૉ. અનિલ જોષીયારાના પુત્રનો કારમો પરાજય

Pravin Makwana

ભાજપનો સપાટો/ ગાંધીનગર પંચાયતમાં કેસરિયાએ રચ્યો ઇતિહાસ, આટલી બેઠક જીતીને કોંગ્રેસનો કરી નાંખ્યો સફાયો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!