GSTV

ચીનમાં કોરોના વાયરસનાં પગલે ભારતનાં સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રી પર લટકતી તલવાર, અટકી શકે છે પ્રોડક્શન

ચીનમાં કોરોનાવાયરસનાં કારણે મોબાઈલ કમ્પોનન્ટ બનાવવાની ફેકટરીઓ લાંબા સમયથી બંધ છે. તે કારણે ભારતમાં આયતી ઘટકોની સપ્લાય પર અસર થઈ રહ્યો છે.

શાઓમી અને એપ્પલ આઈફોન જેવી કંપનીઓનાં પાર્ટસનો સ્ટોક પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતીમાં હેન્ડસેટનું ઉત્પાદન આગમી કેટલાક અઠવાડિયામાં તો સંપૂર્ણ પણે ઠપ્પ થવાની શક્યતા છે. આ કારણે જાન્યુઆરી -માર્ચ ક્વાટરમાં સ્માર્ટફોનનું વેચાણ 10-15 ટકા ઘટવાનો અણસાર છે.

એક અહેવાલ અનુસાર ઈન્ડિયન સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ)નાં ચેરમેન પંકજ મોહિંન્દ્રૂએ જણાવ્યું કે સ્ટોક પૂર્ણ થવા પર ગંભીર પરિણમા આવી શકે છે. કમ્પોનન્ટ અને ચીનનું કનેક્શન ઈન્ડર્સ્ટ્રીઝનાં અધિકારીઓએ જણાવ્યું કે બેટરી અને અમુક કેમેરા મોડ્યૂલ વિયેતનામમાં બની રહ્યા છે.

ત્યારે ડિસ્પલે અને કનેક્ટર મુખ્ય રૂપે ચીનમાં બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે ચિપ્સનું નિર્માણ તાઈવાનમાં બને છે પરંતુ અંતિમ બિલ્ડ-અપ માટે ચીન મોકલવામાં આવે છે, સ્માર્ટફોનમાં વપરાશ થતું પ્રમુખ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (પીસીબી) કમ્પોનન્ટને ચીનથી આયાત કરવામાં આવે છે. ત્યારે ચીનમાં કોરોનાવાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બિમારીનાં પગલે ચીનમાં દરરોજ મૃત્યુંઆંકમાં વધારો થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!