GSTV
Home » News » આજથી રોકેટની સ્પીડે થશે મોબાઈલ નંબર પોર્ટબિલીટી, TRAIના નવા નિયમથી માત્ર આટલા દિવસોમાં જ બદલી જશે કાર્ડ

આજથી રોકેટની સ્પીડે થશે મોબાઈલ નંબર પોર્ટબિલીટી, TRAIના નવા નિયમથી માત્ર આટલા દિવસોમાં જ બદલી જશે કાર્ડ

આજથી એટલે કે 16 ડિસેમ્બરથી મોબાઈલ નંબર પોર્ટબિલીટી કરનારાઓ માટે સારા સમાચાર છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને મોબાઈલ નંબર પોર્ટબિલીટીના નિયમોમાં બદલાવ થયો છે. જો તમે મોબાઈલ નંબર પોર્ટબિલીટી કરાવવાનું વિચારી રહ્યા છો અને આજથી જ કરશો તો તમારી સમસ્યા હળવી થઈ જશે. વર્તમાન સમયે મોબાઈલ નંબર પોર્ટબિલીટીમાં 15-20 દિવસનો સમય લાગતો હતો. જેથી ગ્રાહકોને લાંબો સમય રાહ જોવી પડતી હતી. પણ હવે નવા નિયમના કારણે આ સમસ્યામાંથી ગ્રાહકોને છૂટકારો મળી જશે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના સંશોધિત મોબાઈલ નંબર પોર્ટબિલીટી (MNP) પ્રક્રિયા પર 10 ડિસેમ્બરના રોજ એક નોટિસ જાહેર કરવામાં આવી હતી. જેથી 16 ડિસેમ્બરના રોજ એટલે કે આજથી મોબાઈલ નંબર પોર્ટબિલીટીની પ્રક્રિયા વેગ પકડશે. હવે કોઈ પણ યુઝર પોતાના (mobile operator) ને સરળ રીતે બદલી શકશે સાથે જ પોતાનો મોબાઈલ નંબર પણ એક જ રાખી શકશે.

નવી પ્રક્રિયા યૂનીક પોર્ટિંગ કોડ (UPC)ના ક્રિએશનની શરત પર લાવવામાં આવી છે. નવા નિયમ પ્રમાણે કોઈ પણ યુઝર પોતાનો નંબર પોર્ટ કરવા માગે છે તો કામકાજના દિવસોમાં માત્ર ત્રણ જ દિવસમાં તેનો મોબાઈલ નંબર પોર્ટ કરી નાખવામાં આવેશે. તો એક સર્કલથી બીજા સર્કલમાં પોર્ટ કરવા માટે કામકાજના દિવસોમાં 5 દિવસની સમય મર્યાદા રાખવામાં આવી છે.

TRAI દ્રારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોર્પોરેટ મોબાઈલ કનેક્શનની સમય અવધિમાં કોઈ પણ પ્રકારનો બદલવા કરવામાં નથી આવ્યો. TRAI દ્રારા કહેવામાં આવ્યું છે કે, MNPની પ્રક્રિયામાં સંશોધન કરવામાં આવ્યું છે. સંશોધિત MNPની પ્રક્રિયામાં યૂપીસી ત્યારે જ બનશે જ્યારે ગ્રાહક પોતાના મોબાઈલ નંબરને પોર્ટ કરશે. હવે આ સમગ્ર પ્રક્રિયા આજથી લાગુ કરી દેવામાં આવી છે. જેથી આજથી કોઈ પણ વ્યક્તિ મોબાઈલ નંબર પોર્ટ કરવાની ઈચ્છા રાખતો હોય તેને માત્ર કામકાજના દિવસોમાં 3 અને 5 દિવસમાં મોબાઈલ નંબર પોર્ટ કરી આપી દેવામાં આવશે.

READ ALSO


Related posts

શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ કેસ, ટ્રક ડ્રાઇવરે લગાવ્યા ગંભીર આરોપ

Bansari

ગમખ્વાર રવિવાર : અમદાવાદ લીંબડી હાઈવે પર અકસ્માતમાં પાંચના મોત, તો બગોદરા હાઈવે પર ડમ્પરે ત્રણના ભોગ લીધા

Mayur

IND vs AUS: ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ખરાખરીનો જંગ, વિરાટ સેના માટે ‘કરો યા મરો’ની સ્થિતિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!