GSTV
Gujarat Government Advertisement

હવે ડ્રાઈવિંગ સમયે પણ કરી શકાશે મોબાઈલ ફોનનો ઉપયોગ, પણ માનવી પડશે આ શરતો! ઓક્ટોમ્બરથી જ લાગુ થશે નવા નિયમો

ડ્રાઈવિંગ

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે (Ministry of Road Transport and Highways)એ શનિવારે કહ્યું કે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન્સનો ઉપયોગ કરી શકાશે. પરંતુ આ ફક્ત રૂટ્સ નેવિગેશનના માટે જ હોવું જોઈએ. સાથે જ એ પણ ધ્યાન આપવાનું રહેશે કે આ સમયે ડ્રાઈવિંગ સમયે ફોન પર વાત કરતી વખતે પકડાવવા પર 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.

વેબ પોર્ટલ દ્વારા મેન્ટેન થશે વાહન સંબંધી ડોક્યુમેન્ટ્સ

મંત્રાલયે કહ્યું કે તેણે કેન્દ્રીય મોટર વાહન નિયમો (Motor Vehicle Rules)માં સંશોધન કર્યું છે. તેના હેઠળ વાહન સંબંધી જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે- લાયસન્સ, રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ્સ વગેરેને સરકાર દ્વારા સંચાલિત વેબ પોર્ટલના માધ્યમથી મેન્ટેન કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક પોર્ટલ દ્વારા કમ્પાઉન્ડિંગ, એન્ડોર્સમેન્ટ, લાયસન્સનું સસ્પેન્શન અને રિવોકેશન, રજીસ્ટ્રેશન અને ઈ-ચાલાન જાહેર કરવા વગેરેનું કામ પણ થઈ શકે છે.

ડ્રાઈવિંગ

1 ઓક્ટોમ્બરથી લાગુ થશે આ નિયમ

મોટર વાહન કાયદા હેઠળ આ નિયમોને 1 ઓક્ટોમ્બરથી લાગુ કરવામાં આવશે. ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે આ કાયદામાં ઘણા સંશોધનને લાગુ કર્યા હતા. જેમાં પરિવહન નિયમથી લઈને સડક સુરક્ષા વગેરેનો સમાવેશ થાય છે. આ નિયમોના ઉલ્લંઘન કરવા પર મોટો દંડની જોગવાઈ કરવામાં આવી હતી. સાથે જ ભ્રષ્ટાચારને ઓછું કરવા માટે ટેક્નોલોજીને પણ અપગ્રેડ કરવામાં આવી હતી.  

મંત્રાલયની તરફથી જાહેર મોટાભાગના નિવેદનમાં કહેવામાં આવ્યું, ‘આઈટી સર્વિસનો ઉપયોગ અને ઈલેક્ટ્રોનિક મોનિટરિંગથી દેશમાં ટ્રાફિક નિયમોના પાલન કરવામાં મદદ મળશે. તેનાથી ડ્રાઈવર્સને ઉત્પીડન અથવા પરેશાન કરવાના મામલા ઓછા થશે.’

ડ્રાઈવરના વ્યવહાર પર થશે નજર

પોર્ટલ પર રદ્દ કરવામાં આવેલા આ ડિસક્વોલિફાઈડ ડ્રાઈવિંગ લાયસન્સનું ક્રમાનુસાર રેકોર્ડ રાખવામાં આવશે. નિયમો અનુસાર જો કોઈ વાહન સંબંધી ડોક્યુમેન્ટ્સને ઈલેક્ટ્રોનિક માધ્યમથી વેરિફાઈ કરવામાં આવ્યું છે તો પોલીસ અધિકારી તેની ફિઝિકલ કોપી નહીં માંગી શકે. તેમાં તે મામલા પણ સામેલ હશે જ્યાં ડ્રાઈવરે ઘણા ઉલ્લંધન કર્યા છે. જેમાં કોઈ ડોક્યુમેન્ટને જપ્ત કરવામાં આવી શકે છે.

ડ્રાઈવિંગ

આ પ્રકારની જપ્તીને પોર્ટલ પર ઈલેક્ટ્રોનિક માધ્યમથી કરવામાં આવશે. ત્યાર બાદ આ ડોક્યુમેન્ટના વર્ણનને ક્રમાનુસાર રેકોર્ડ કરવામાં આવશે. આ પ્રકારના રેકોર્ડ નિયમિક અંતર પર પોર્ટલ પર દર્શાવવામાં આવશે.

એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ ડોક્યુમેન્ટની માંગ કરવા અથવાં તપાસ કર્યા બાદ તારીખ અને તપાસના ટાઈમ સ્ટેમ્પ અને યુનિફોર્મમાં પોલીસ અધિકારીની ઓળખ પત્રના રેકોર્ડ પણ પોર્ટલ પર જ મેન્ટેન કરવામાં આવશે. આ રાજ્યો દ્વારા અધિકૃત અધિકારીઓના વર્ણન પણ સામેલ રહેશે. તેનાથી વાહનોનુ કારણ વગરનું ચેકિંગ અથવા તપાક કરવાનો બોજો ઓછા થશે અને ડ્રાઈવરોને પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ટ્રાયલ શરુ/ દુનિયામાં આવી રહી છે કોરોનાની સુપર વેક્સિન, ના વેરિયન્ટની ઝંઝટ, ના મહામારીનો રહેશે ભય

Harshad Patel

અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત પર મળી રહ્યો છે એપલનો સૌથી પોપ્યુલર iPhone, જાણો ઓફર

Damini Patel

હદ કરી: અચાનક કપડા ઉતારીને જાહેર સ્થળે લાગેલા ફૂંવારામાં ન્હાવા લાગી યુવતી, પોલીસે ખૂબ સમજાવી તો પણ ન માની

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!