GSTV
Home » News » કરોડોના કૌભાંડમાં સાબરમતી જેલમાં બંધ ભટનાગર બંધુ પાસેથી મળી આવ્યો મોબાઈલ

કરોડોના કૌભાંડમાં સાબરમતી જેલમાં બંધ ભટનાગર બંધુ પાસેથી મળી આવ્યો મોબાઈલ

અમદાવાદમાં સાબરમતી જેલમાં ફરીથી કેદીઓની બેરેકમાંથી મોબાઈલ મળ્યા હોવાની ઘટના સામે આવી. 2654 કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં સાબરમતી જેલમાં બંધ ભટનાગર બંધુ પાસેથી મોબાઈલ ફોન મળી આવતાં ચકચાર મચી છે. અમિત ભટનાગર અને સુમિત ભટનાગર પાસે કેવીરીતે મોબાઈલ ફોન પહોંચ્યા તેને લઈને સવાલો ઉઠ્યા છે. તો આ ઉપરાંત એફેડ્રીન ડ્રગ્સ કેસમાં આરોપી કિશોરસિંહ રાઠોડ પાસેથી પણ મોબાઈલ ફોન મળી આવ્યો.

મહત્વનું છે કે આરોપી કિશોરસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોના પુત્ર છે. બે મોબાઈલ ફોન ચાર્જર અને સિમકાર્ડ મળી આવ્યા. ત્યારે જેલની સુરક્ષાને લઈને કેટલાક કર્મચારીઓ સામે શંકા ઉઠી છે. રાણીપ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Read Also 

Related posts

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk

અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!