GSTV
Home » News » 70 દિવસ બાદ જમ્મુ-કાશ્મીરમાં આજથી શરૂ થશે મોબાઈલ સેવા, 40 લાખ ફોન પર વાગશે ઘંટડી

70 દિવસ બાદ જમ્મુ-કાશ્મીરમાં આજથી શરૂ થશે મોબાઈલ સેવા, 40 લાખ ફોન પર વાગશે ઘંટડી

જમ્મુ કાશ્મીરમાં આજથી પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ થવાની છે. કાશ્મીર ખીણમાં એક અંદાજ પ્રમાણે 70 દિવસ બાદ 40 લાખ પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ થશે. જોકે, 20 લાખથી વધારે પ્રીપેડ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા પર હજી પ્રતિબંધ છે.

આજથી શરૂ કરવામાં આવશે મોબાઈલ સેવા

મોબાઈલ સેવા શરૂ કરવા માટે જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ રોહીત કંસલે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં સોમવારથી મોબાઈલ સેવા શરૂ કરવામાં આવશે. બપોરે ૧૨ વાગ્યાથી મોબાઈલ સેવા શરૂ થશે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવતાની સાથે રાજ્યમાં મોબાઈલ, ઈન્ટરનેટ અને લેન્ડલાઈન સેવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.

ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યા છે તમામ પ્રતિબંધ

જ્યારે સરકાર કાશ્મીર ખીણની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધીમે-ધીમે તમામ પ્રતિબંધ હટાવવાની તૈયારી કરી છે. કાશ્મીર ખીણ  સિવાય સરકારે જમ્મુ રિઝનમાંથી તમામ પ્રતિબંધને હટાવ્યા છે. જ્યારે ખીણમાં સરકાર સ્થિતિને સામાન્ય કરવાની કોશિશ કરી રહી છે.

Read Also

Related posts

બાળકને સતત ઉધરસ આવતા કરાવ્યો સિટી સ્કેન, રીપોર્ટ જોઈને ડોક્ટરની પણ આંખો ફાટી ગઈ

Ankita Trada

ઉમરની વધતી ઉંમર વાળો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, 4 મહિનામાં આટલો બદલાવ આવ્યો

Pravin Makwana

ગણતંત્ર દિવસ પહેલાં કાશ્મીરનાં ત્રાલમાં સેનાનો સપાટો, 3 આતંવાદીઓને માર્યા ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!