સાવચેત: 24 કલાક તમારી સાથે રહેતો ફોન તમારો ખતરો બની શકે, જાણો આ નવીન કિસ્સો

અત્યારે માણસો જમવા કરતા મોબાઈલને વધુ મહત્વ આપતા જોવા મળે છે અને જેના અનેક દાખલા તમે જોયા જ હશે. એક બાજુ ફોનને લોકો ખુબ વધારે મહત્વ આપી રહ્યાં છે અને બીજી બાજુ ફોનને લગતા ખતરનાક કિસ્સાઓ સામે આવે છે. અને ઘણા કારણોથી ભયંકર પણ સાબિત થાય છે.

જે મોબાઇલની સાથે આપણે 24 કલાક રહીએ છીએ તે ક્યારેક આપણા માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. બિહારના સીતામઢિનાં ડૂમરા ખંડમાં કુંમાર ચોકના રહેવાસી વિદ્યાર્થી અચુલ કુમાર સાથે એવી જ ઘટના ઘટી છે, જે જોઈને પછી તમે પણ મોબાઇલ ફોનથી સાવચેત રહેશો.

કોલેજ જતી સમયે બૅગમાં મોબાઇલ ફોન રાખ્યો હતો અને અચાનક બ્લાસ્ટ થઈ ગયો. અફરા તફરીની સ્થિતિમાં બૅગમાંથી મોબાઇલ ફોન કાઢવા દરમિયાન વિદ્યાર્થીનો હાથ પણ દાજી ગયો હતો. અને બૅગમાં રાખેલા કાગળ પણ સળગી ગયાં હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter