બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ દ્વારા મંદિરમાં મોબાઈલ પર પ્રતિબંધ હોવા છતાં લોકો પ્રવેશી રહ્યા હોય તેવી ફરિયાદ ઉઠી રહી હતી જેના પગલે હવે તમામ ભાવિક ભક્તોની ગેટ પર ચકાસણી કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ હવે લોકોમાં એવો સવાલ ચર્ચાઈ રહ્યો છે કે મંદિર પરિસરમાં માત્ર સામાન્ય જનતા માટે જ મોબાઈલ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે પણ વીઆઈપી લોકો માટે તેનો અમલ થશે ખરો..?

શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ છે છતા અમુક માઈભક્તો મોબાઇલ લઈ પ્રવેશતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેના પગલે હવે ગેટ નંબર 7-8-9થી પ્રવેશ કરતા તમામ માઈભક્તોની ચકાસણી કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવશે તેમજ વહીવટદારે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. કોઈ યાત્રિક અંબાજી મંદિરમાં મોબાઈલ સાથે પ્રવેશી ફોટોગ્રાફી કરતા જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
READ ALSO
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય