GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

આ દિવસો દરમિયાન બંધ રહેશે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની સર્વિસ, આવી રહી છે નવી વ્યવસ્થા

ટેલીકોમ રેગુલેટર TRAIએ ગુરૂવારે કહ્યું છે કે ગ્રાહક 4થી 10  નવેમ્બરની વચ્ચે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટે આવેદન નહીં આપી શકશે. તેનુ કારણ નવી અને સરળ પોર્ટેબિલિટી વ્યવસ્થાને માનવામાં આવે છે જે 11 નવેમ્બરથી પ્રભાવી થશે. મોબાઈલ નંબર પોર્ટેબિલિટી અંતર્ગત ગ્રાહક મોબાઈલ નંબરમાં બદલાવ કર્યા વગર જ બીજા ઓપરેટરમાં સ્વિચ કરી શકે છે.

મળતી માહિતી પ્રમાણે ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકરણના એક અધિકારીએ કહ્યું છે કે નવી વ્યવસ્થા અંતર્ગત જો કોઈ વ્યક્તિ એક સર્વિસ એરિયામાં મોબાઈલ કંપની બદલવા માટે આવેદન કરે છે તો આ પ્રક્રિયામાં માત્ર દિવસનો સમય લાગશે. ત્યાં એક સર્કિલથી બીજી સર્કિલ  માટે નંબર પોર્ટેબિલિટીના આવેદનને પાંચ દિવસમાં પૂરૂ કરવામાં આવશે.

નવી મોબાઈલ નંબર પોર્ટેબિલિટી વ્યવસ્થામાં આખી પ્રક્રિયા તેજ અને સરળ હશે. નવી વ્યવસ્થા અંતર્ગત પ્રક્રિયા પૂરી થવામાં ઓછો સમય લાગશે. હાલનો સમય સાત દિવસનો છે. ટ્રાઈએ એક નિવેદનમાં  કહ્યું કે દરેક લાઈસેન્સ્ડ સર્વિસ એરિયામાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટે 6 દિવસો સુધી નો સર્વિસ પીરિયડ હશે.

મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટે 4 નવેમ્બર 2019 રાત 6 વાગ્યાથી 10 તારીખ સુધી આવેદન નહીં આપી શકાશે નવી વ્યવ્સથા 11 નવેમ્બર 2019થી લાગુ થઈ જશે. ટ્રાઈએ કહ્યું છે કે હાલની MNP પ્રક્રિયા અંતર્ગત સબ્સક્રાઈબર્સ યૂનિક પોટિંગ કોડ જનરેટ કરી શકો છો અ પોતાની પસંદના ઓપરેટરને પોર્ટ રિક્વેસ્ટ સબમિટ કરી શકો છો. આ પ્રક્રિયા 4 નવેમ્બર 2019ના 17:59:59 વાગ્યા સુધી પૂરી કરવી પડશે.

READ ALSO

Related posts

સલમાન ખાન નહીં આ એક્ટર હતો ‘તેરે નામ’નો હીરો, આ રીતે પલટાઇ ગયું ભાઇજાનનું નસીબ

Bansari

સામાન્ય વરસાદે તંત્રની ખોલી પોલ, માણેકબાગ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પડ્યો વિશાળ કાય ભૂવો

pratik shah

અમેરિકા મેસેચ્યુશેટ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ચોંકાવનારું રિપોર્ટ કર્યો રજુ, ભારતમાં જો વેક્સિન નહી મળે તો..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!