GSTV
India News Trending

મોબાઈલ ગેમ પબજી ભારતમાં રિ લોન્ચ થશે, પબજી કોર્પોરેશને શરૂ કરી આ તૈયારી

મોબાઈલ ગેમ પબજી પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો છે. જોકે પબજી કોર્પોરેશન હવે ભારતમાં ફરીથી ગેમ લૉન્ચ કરવા તૈયારી કરી રહ્યું છે. આ ગેમ માનસિક રીતે નુકસાનકર્તા હોવાથી સરકારે તેના પર પ્રતિબંધ મુક્યો હતો. ભારત સરકારે થોડા વખત પહેલા સવાસો જેટલી મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો હતો, જેમાં પબજીનો પણ સમાવેશ થતો હતો.

કંપનીનું માર્કેટિંગ ચાઈનીઝ કંપની દ્વારા કરાય છે

પબજી ગેમ દક્ષિણ કોરિયન કંપની બ્લૂહોલ દ્વારા વિકસાવાયેલી ગેમ છે. પરંતુ તેનું માર્કેટિંગ ચાઈનિઝ કંપની ટેન્સન્ટ દ્વારા કરવામાં આવતું હતું. ચીની કંપની ટેન્સન્ટનું પબજીમાં જંગી રોકાણ પણ હતું. ભારતમાં ચીન વિરોધી લહેર જોઈને તેની સર્જક કંપનીએ નવો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું છે.

ભારતમાં કરોડ લોકો આ ગેમના બંધાણી થયા હતાં

ભારતમાં કરોડો લોકો આ ગેમના બંધાણી થઈ ગયા હતા. કંપનીને ભારતમાંથી ખાસ્સી આવક થતી હતી. માટે કંપનીએ હવે ભારતમાં જ પેટા કંપની સ્થાપી મેડ ઇન ઈન્ડિયા ગેમ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. એ માટે કંપની ભારતમાં 10 કરોડ ડૉલર જેવું રોકાણ પણ કરશે નવી ગેમ પબજી જેટલી જ ઘાતક હશે કે કેમ એ અંગે સ્પષ્ટતા થઈ નથી. એ રીતે ગેમ ક્યારે આવશે એ પણ નક્કી નથી, પરંતુ ટૂંક સમયમાં આવશે. 2 સપ્ટેમ્બરે પ્રતિબંધ મુક્યા પછી આ ગેમ એપલ પ્લેસ્ટોર અને એપ સ્ટોરમાંથી હટાવી દેવાઈ છે. ભારત સહિત ડઝનેક દેશોએ આ ગેમ પર પ્રતિબંધ મુકી રાખ્યો છે.

Related posts

છૂટાછેટા પછી પુખ્ત પુત્રી પણ ભરણપોષણની હકદાર! પિતાએ ઉઠાવવો પડશે ભણતરનો ખર્ચ, કોર્ટે આપ્યો કડક આદેશ

Binas Saiyed

ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત

Karan

રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ

Karan
GSTV