GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

મોબાઇલ ધારકોને ઝટકો આપવાની તૈયારી! 10 ગણા વધી જશે Mobile Dataના ભાવ

ott

ભારત એવા દેશોમાંથી એક છે જ્યાં Mobile Data ખૂબ સસ્તો છે. પરંતુ જો ટેલિકોમ કંપનીઓની ભલામણોને મંજૂરી આપવામાં આવે તો તે દિવસ દૂર નથી જ્યારે Mobile Dataના ભાવમાં 10 ગણો વધારો જોવા મળી શકે છે. અત્યારે ભારતમાં Mobile Dataની સરેરાશ કિંમત જીબી દીઠ 19 રૂપિયાની આસપાસ છે. સાથે જ આ સમયે, વિશ્વમાં Mobile Dataની સરેરાશ કિંમત આશરે 650 રૂપિયા પ્રતિ જીબી છે.

NITI આયોગના સીઇઓ અમિતાભ કાંતે મોબાઇલ ઇન્ટરનેટ (Mobile Internet) અને કૉલ માટે મિનિમમ રેટ્સ નક્કી કરવાનું સમર્થન કર્યુ છે. કાંતે કહ્યું કે દેવામાં ડૂબેલા ટેલીકોમ સેક્ટર માટે અન્ય કોઇ વિકલ્પ વથી બચ્યો. વર્તમાનમાં ટેલીકોમ કંપનીઓ કૉલ અને ડેટાની કિંમતો નક્કી કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ હરિફાઇના કારણે આ કંપનીઓએ રેગ્યુલેટરી ઓથોરિટીને હસ્તક્ષેપ કરવા કહ્યું છે.

mobile data

આ કારણે વધી શકે છે Mobile Dataની કિંમતો

હકીકતમાં, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ Mobile Data માટે ફ્લોર રેટ નક્કી કરવાની માંગ કરી રહી છે. Mobile Data માટે ફ્લોર રેટ ન્યૂનતમ ભાવ હશે. આ સ્થિતિમાં, બધી કંપનીઓએ તેમના Mobile Data પેકની કિંમત સૌથી ઓછી કિંમતે નક્કી કરવાની રહેશે. ચાલો તમને જણાવી દઈએ કે વોડાફોન-આઇડિયા જેવી કંપનીઓ દેવામાં ડૂબી છે. તે જ સમયે, રિલાયન્સ જિયો પણ ઇચ્છે છે કે ફ્લોર રેટ નક્કી કરવામાં આવે. આપને જણાવી દઈએ કે વોડાફોને જીબી ડેટા દીઠ 35 રૂપિયા આપવાની માંગ કરી છે. તે જ સમયે, એરટેલે જીબી દીઠ ફ્લોર રેટ 30 રૂપિયા અને રિલાયન્સ જિયો 20 પ્રતિ જીબીની માંગ કરી છે.

આ સમયે દેશમાં મોબાઇલ યુઝર 4G ડેટાને 3.5 રૂપિયા પ્રતિ GB તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. હવે ટેલિકોમ કંપનીઓ આ મિનિમમ રેટ્સમાં વધારો કરવાની માગ કરી રહી છે. જો ટેલીકોમ કંપનીઓની વાત માની લેવામાં આવે તો, મોબાઇલ ઇન્ટરનેટના ભાવ 5થી 10 ગણા વધી જશે.

દેવામાં ડૂબેલી વોડાફોન-આઇડિયાએ ડેટાના મિનિમમ રેટ્સને 35 રૂપિયા પ્રતિ GB કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. સાથે જ Airtel આ મૂલ્યને 30 રૂપિયા પ્રતિ GB અને રિલાયન્સ જિયોએ તેને 20 રૂપિયા પ્રતિ GB કરવાની માગ કરી છે. હાલ વોડાફોન-આઇડિયા અને એરટેલના ડેટાને વર્તમાન દર 4 રૂપિયા પ્રતિ GB અને રિલાયન્સ જિયોનો વર્તમાન દર 3.90 રૂપિયા પ્રતિ GB છે.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) આ મામલે હાલ તમામ પક્ષો સાથે વાતચીત કરી રહી છે. જો કે કોમ્પીટીશન કમીશન ઑફ ઇન્ડિયાએ (CCI) મિનિમમ રેટ્સ નક્કી કરવાને પીછેહઠ ગણાવી છે. CCIનું કહેવું છે કે આમ કરવાથી માર્કેટ પર ખરાબ અસર પડશે.

Read Also

Related posts

ડીસા ખરીદ વેચાણ સંઘનો વધુ એક વિવાદ આવ્યો સામે, મગફળીનું બારોબાર વેચાણ થયું હોવાનો ખેડૂતોના આક્ષેપ

pratik shah

લો બોલો જમ્મુ કાશ્મીરનાં શોપિયામાં એક વ્યક્તિને તેના અશ્વ સાથે કરાયો ક્વોરન્ટાઈન, કારણ છે અનોખું

pratik shah

PM મોદીની બે ગજની દૂરીની વાત દેશવાસીઓના ગળે ઉતરી પરંતુ બીજેપીનાં મંત્રીના તો આ નિયમ ઘોળીને પી ગયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!