GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

મોબાઈલની બેટરી ખૂબ ઝડપથી ઉતરી રહી છે? આ ઉપાયો કરીને વધારો બેટરીની લાઈફ

મોબાઈલ

સ્માર્ટફોનમાં અનેક ફીચર્સ અને પાવરફૂલ કેમેરા હોય છે, જેના કારણે એનો ઉપયોગ વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કંપનીઓ મજબૂત બેટરી બેકઅપ અને ચાર્જિંગ ટાઇમ ઓછો કરવાનો પ્રયાસ કરી રહી છે. પણ આ તમામ પગલાં લેવા છતાં તમારા ફોનની બેટરી લાંબો સમય ચાલતી નથી. એટલે અહીં તમારા ફોનની બેટરી લાઇફ વધારવા કેટલીક ટિપ્સ આપી છે…..

સ્ક્રીન ટાઇમ આઉટ સેટિંગ

યુઝરે પોતાના ફોનનો સ્ક્રીમ ટાઇમ આઉટને ઓછો રાખવો જોઈએ. સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા પછી વધારે સમય સ્ક્રીનની લાઇટ ઓન રહે તો એનાથી બેટરીનો વપરાશ વધી જાય છે. એટલે તમારે સ્માર્ટફોનમાં સ્ક્રીન ટાઇમઆઉટને ઓછો રાખવો જોઈએ, જેનાથી સ્ક્રીનની લાઇટ વધારે સમય સુધી ચાલુ ન રહે. એનાથી ફોન અને બેટરીને સેવ કરવામાં મદદ મળે છે.

એપનો ઉપયોગ કર્યા પછી બંધ કરો

ફોનમાં મલ્ટિટાસ્કિંગનું ફીચર ઉપયોગ છે, પણ આ ફીચર તમારા સ્માર્ટફોનની બેટરીનો એટલો વધારે ઉપયોગ કરે છે. એટલે એપનો ઉપયોગ કર્યા પછી એને બંધ કરવું જેઈએ. એનાથી તમારા સ્માર્ટફોનની બેટરી લાંબો સમય ચાલશે. કેટલીક એપ બેકગ્રાઉન્ડમાં ડેટા અને બેટરીનો ઉપયોગ કરે છે, જેથી બેટરીનો વપરાશ ઝડપથી થાય છે. એને સિલેક્ટ કરીને અને બેકગ્રાઉન્ડમાં એની કામગીરીને બંધ કરી દો.

ફોનને ગરમ ન થવા દો

ફોનનો સતત ઉપયોગ કરવાથી એ ગરમ થઈ જાય છે. એટલે ફોનને એને એસી કે કોઈ ઠંડી જગ્યાએ રાખવો જોઈએ. જ્યારે ફોન ગરમ થાય છે, ત્યારે મોબાઇલ ફોનની બેટરી ઝડપથી પૂરી થાય છે. એટલે ફોન ગરમ થતા યુઝરે એનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!