વિશ્વભરમાં લોકપ્રિય મેસેજીંગ એપ વૉટ્સઅપે પોતાની વિવાદાસ્પદ પ્રાઈવસી પોલિસી પાછી ઠેલવાનો નિર્ણય લીધો છે. વૉટ્સઅપ મફતમાં અનેક સુવિધા આપતી મેસેજિંગ એપ છે. આ મેસેજિંગ એપની માલિકી ફેસબૂકની છે. ડેટા પ્રાઈવસી ન જાળવવી, યુઝર્સની માહિતી લિક કરવી, યુઝર્સની માહિતી જાહેરખબર આપતી કંપનીઓને પુરી પાડવી વગેરે ગેરકાયદેસર કામગીરી બદલ ફેસબૂક જગતભરમાં બદનામ થઈ ચૂકી છે.

ગેરકાયદેસર કામગીરી બદલ ફેસબૂક જગતભરમાં બદનામ થઈ ચૂકી
હવે ફેસબૂકે વૉટ્સઅપની વિગતો પણ ફેસબૂકને શેર થશે એવી નવી પોલિસી દાખલ કરી હતી. વૉટ્સઅપના યુઝર્સ માટે આ પોલિસી સ્વિકારવી ફરજિયાત હતી. વૉટ્સઅપ ખોલતા યુઝર્સને સવારમાં જ એવી ધમકી મળતી હતી કે અમારી પોલિસી નહીં સ્વિકારો તો આઠમી ફેબુ્રઆરી પછી તમારૂ વૉટ્સઅપ બંધ થશે.

પોલિસી નહીં સ્વિકારો તો આઠમી ફેબુ્રઆરી પછી તમારૂ વૉટ્સઅપ બંધ થશે
એ પછી લોકોએ વૉટ્સઅપને પડતું મુકી સિગ્નલ, ટેલિગ્રામ જેવી પ્રમાણમા સલામત અને ખાસ તો વૉટ્સઅપ-ફેસબૂકની માફક દાદાગીરી ન કરતી એપ વાપરવાનું શરૂ કરી દીધુ છે. વૉટ્સઅપના વિકલી ડાઉનલોડમાં પણ ઘટાડો નોંધાયો છે. ભારતમાં વૉટ્સઅપના આખા જગતમાં સૌથી વધારે 40 કરોડ વપરાશકારો છે. વૉટ્સઅપના ભવિષ્યનો ઘણો આધાર ઈન્ડિયન માર્કેટ પર છે. હવે ભારતમાં વ્યાપક વિરોધ થતા પોલિસીનો અમલ 3 મહિના પાછો ઠેલ્યો છે, રદ નથી કર્યો.
ભારતમાં વૉટ્સઅપના આખા જગતમાં સૌથી વધારે 40 કરોડ વપરાશકારો
નવી પોલિસી દાખલ કરવા માટે બહુ પ્રયાસો કર્યા પછી સફળતા ન મળતા હવે વૉટ્સઅપે બ્લોગ પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી છે કે આઠમી ફેબુ્રઆરીથી કોઈનું એકાઉન્ટ બંધ નહીં થાય. વૉટ્સઅપને હવે સમજણ પડી કે તેની પોલિસી લોકોને કન્ફ્યુઝ કરે છે, માટે લોકો નિરાંતે તેનો અભ્યાસ કરે અને સમજી શકે એટલા માટે સમય અપાયો છે. હકીકત એ છે કે ફેસબૂકની પોલિસી ગૂંચવાડાભરી છે અને અમલ ન કરવા જેવી પણ હોવાનું ટેકનોલોજી નિષ્ણાતો જણાવી ચૂક્યા છે.

વૉટ્સઅપના કહેવા પ્રમાણે નવી પોલિસીથી વપરાશકર્તાના અંગત મેસેજીસને કોઈ અસર થવાની નથી, કે નથી કોઈ તમારી પર્સનલ માહિતી લિક કરવાનું. અલબત્ત, ફેસબૂક-વૉટ્સઅપ દ્વારા અગાઉ પણ આવી ખાતરી આપ્યા પછી માહિતી લિક થતી રહી છે. માટે હવે લોકો આસાનીથી વાત માનવા તૈયાર નથી. અગાઉ પણ ફેસબૂકે નેટ ન્યુટ્રાલિટીનો ભંગ કરી ઈન્ટરનેટના અલગ-અલગ ચાર્જ વસૂલ કરવાનો તખ્તો તૈયાર કર્યો હતો,પણ ભારત સરકારે તેનીય સ્પષ્ટ ના પાડી દીધી હતી.
વૉટ્સઅપની નવી નીતિ નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ
વૉટ્સઅપની નવી નીતિ સામે અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં અને હવે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. વૉટ્સઅપ-ફેસબૂકે અત્યારે તો આ પોલિસી પાછળ કરી છે, પરંતુ રદ નથી કરી. એટલે કે વૉટ્સઅપનો ઈરાદો ગમેે તેમ કરીને લોકોને ેપોતાની પોલિસી માટે સહમત કરવાનો જ છે. તેને પાછી ખેંચવા થયેલી અરજીમાં કહેવાયુ છે કે પ્રાઈવસી એ લોકોને બંધારણે આપેલો મૂળભૂત અધિકાર છે. નવી પોલિસી દ્વારા વૉટ્સઅપ-ફેસબૂક પ્રાઈવસીનો ભંગ કરીને છેવટે મૂળભૂત અધિકાર પર તરાપ મારે છે. અગાઉ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ કન્ફેડરશેન સહિતના સંગઠનો પણ આ મુદ્દે દખલગીરી કરવા સરકારને આગ્રહ કરી ચૂક્યા છે.
READ ALSO
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ ગુજરાતમાં ભાજપ 13 જિલ્લા પંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું
- નગર પાલિકા રિઝલ્ટ/ આપે ખોલાવ્યું ખાતુ, ભાજપે આટલી બેઠકો પર મારી બાજી, જાણો શું છે કોંગ્રેસના હાલ
- કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?
- LIVE: 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ રસાકસીનો જંગ
- રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક