GSTV
Home » News » યુનિ.ની હોસ્ટેલમાંથી મોબાઈલ ,રોકડ સહિત ૪૦ હજારના નળની ચોરી

યુનિ.ની હોસ્ટેલમાંથી મોબાઈલ ,રોકડ સહિત ૪૦ હજારના નળની ચોરી

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ અને મેસમાંથી મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી થયાની ફરિયાદ સામે આવી છે. માત્ર મોબાઈલ અને રોકડ રૂપિયા જ નહી પરંતુ નવા બનાવાયેલા ૧૧ માળના બિલ્ડીંગમાં બાથરૂમોમાં લાગેલા મોંઘા નળની પણ ચોરી થઈ છે.અંદાજે ૪૦ હજાર રૂપિયાના નળ ચોરાઈ ગયા છે.

ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિને આજે એનએસયુઆઈ દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામા આવી છે.જેમાં રજૂઆત કરાઈ છે કે યુનિ.માં બોયઝ હોસ્ટેલના સી બ્લોકની મેસમાંથી ૪થી૫ હજાર રૂપિયાની રોકડ રકમ તથા મોબાઈલ ચોરાયા છે. આ ઉપરાંત સી બ્લોકની બાજુમાં બનેલી નવી ૧૧ માળની ઈમારતમાંથી ૪૦ હજારની કિંમતના નળ પણ ચોરાઈ ગયા છે.યુનિ.માં પુરતા સીક્યુરિટી ગાર્ડ જ ન હોવાને લીધે ચોરીઓ થઈ રહી છે.

બોયઝ હોસ્ટેલમાં જ્યાં જ્યાં ચોરી થઈ છે ત્યાં ૮ સિક્યુરિટી ગાર્ડની જગ્યાએ ૩ જ સિક્યુરિટી ગાર્ડ હતા.યુનિ.દ્વારા નવા નવા બિલ્ડીંગો બનાવી દેવાયા છે અને કરોડો રૂપિયાના બાંધકામો તથા રીનોવેશન કામો થઈ રહ્યા છે પરંતુ યુનિ.કેમ્પસમાં સુરક્ષા અને સલામતી માટે કડક સિક્યુરિટી માટે કોઈ નક્કર પગલા લેવાતા નથી.યુનિ.ની સિક્યુરિટી એજન્સી દ્વારા ઓછા સિક્યુરિટી ગાર્ડ મુકીને વધુ ગાર્ડના પગારનું બિલ લેવામા આવતુ હોવાની પણ ફરિયાદ કરવામા આવી છે.

READ ALSO

Related posts

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ગુજરાત એટીએસને મળી વધુ એક સફળતા, આ વ્યક્તિની કરી ધરપકડ

Nilesh Jethva

એર ઈન્ડિયા આવતા મહિનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર શરૂ કરશે નવી ઉડાનો

Mansi Patel

Twitterમાં નવો રેકોર્ડ : માત્ર 24 કલાકમાં એક્ઝિટ પોલના 5.60 લાખ Tweet આવ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!