GSTV
Home » News » ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી કોઈ 40 હજારના નળ ચોરી ગયુ

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી કોઈ 40 હજારના નળ ચોરી ગયુ

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ અને મેસમાંથી મોબાઈલ અને રોકડ રૃપિયાની ચોરી થયાની ફરિયાદ સામે આવી છે. માત્ર મોબાઈલ અને રોકડ રૃપિયા જ નહી પરંતુ નવા બનાવાયેલા ૧૧ માળના બિલ્ડીંગમાં બાથરૃમોમાં લાગેલા મોંઘા નળની પણ ચોરી થઈ છે.અંદાજે ૪૦ હજાર રૃપિયાના નળ  ચોરાઈ ગયા છે.

ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિને આજે એનએસયુઆઈ દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામા આવી છે.જેમાં રજૂઆત કરાઈ છે કે યુનિ.માં બોયઝ હોસ્ટેલના સી બ્લોકની મેસમાંથી ૪થી૫ હજાર રૃપિયાની રોકડ રકમ તથા મોબાઈલ ચોરાયા છે. આ ઉપરાંત સી બ્લોકની બાજુમાં બનેલી નવી ૧૧ માળની ઈમારતમાંથી ૪૦ હજારની કિંમતના નળ પણ ચોરાઈ ગયા છે.યુનિ.માં પુરતા સીક્યુરિટી ગાર્ડ જ ન હોવાને લીધે ચોરીઓ થઈ રહી છે.

બોયઝ હોસ્ટેલમાં જ્યાં જ્યાં ચોરી થઈ છે ત્યાં ૮ સિક્યુરિટી ગાર્ડની જગ્યાએ ૩ જ સિક્યુરિટી ગાર્ડ હતા.યુનિ.દ્વારા નવા નવા બિલ્ડીંગો બનાવી દેવાયા છે અને કરોડો રૃપિયાના બાંધકામો તથા રીનોવેશન કામો થઈ રહ્યા છે પરંતુ યુનિ.કેમ્પસમાં સુરક્ષા અને સલામતી માટે કડક સિક્યુરિટી માટે કોઈ નક્કર પગલા લેવાતા નથી.યુનિ.ની સિક્યુરિટી એજન્સી દ્વારા ઓછા સિક્યુરિટી ગાર્ડ મુકીને વધુ ગાર્ડના પગારનું બિલ લેવામા આવતુ હોવાની પણ ફરિયાદ કરવામા આવી છે.

READ ALSO

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!