GSTV

ધ્યાન રાખજો! શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે કરો છો Mobikwik નો વપરાશ? હવે ક્રેડિટ કાર્ડથી મની એડ કરવા પર લાગશે ચાર્જ

મોબાઈલ અને DTH નું રિચાર્જ કરવા, પાણી અને વિજળીનું બિલ ભરવા, ગેસ સિલિંડર બુક કરવા અને ઓનલાઈન ઓર્ડર માટે તમે મોબિક્વિક વોલેટનો વપરાશ કરતા હશો. જો તમે પણ દેશના મોટા ડિજિટલ વોલેટમાંથી એક Mobikwik વપરાશ કરો છો તો તમારા માટે આ ખરાબ સમાચાર છે. કારણ કે, Mobikwikનો વપરાશ કરવો હવે મોંઘો થઈ ગયો છે.

ક્રેડિટ કાર્ડથી મની લોડ કરવા પર લાગી રહ્યો છે 2 ટકાનો ચાર્જ

ખરેખર અત્યાર સુધી ક્રેડિટ કાર્ડથી Mobikwik વોલેટમાં મની લોડ કરવા પર કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવો પડતો હતો, પરંતુ હવે કંપનીએ નિયમોમાં ફેરફાર કર્યો છે. Mobikwik એપ પર મળેલી જાણકારી પ્રમાણે, કોઈ યૂઝર્સ Mobikwik વોલેટમાં એક મહીનામાં ક્રેડિટ કાર્ડથી 10 હજાર રૂપિયાથી વધારે પૈસા એડ કરે છે તો તેને 2 ટકાનો એક્સ્ટ્રા ચાર્જ આપવાનો રહેશે.

20 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ આપવાનો રહેશે

ઉદાહરણ તરીતે જો તમે ક્રેડિટ કાર્ડથી Mobikwik વોલેટમાં મહીનામાં કુલ 10 હજાર રૂપિયા સુધી એડ કરો છો તો તમારે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહી. જો તમે એક મહીનામાં ક્રેડિટ કાર્ડથી 11 હજાર રૂપિયા એડ કરો છો તો તમારે 1 હજાર રૂપિયાની રકમ પર 2 ટકાના હિસાબથી 20 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ આપવાનો રહેશે. જો તમે એક મહીનામાં ક્રેડિટા કાર્ડથી 15 હજાર રૂપિયા એડ કરો છો તો તમારે 5 હજાર રૂપિયાની રકમ પર 2 ટકાના હિસાબથી 100 રૂપિયા એક્સ્ટ્રા ચાર્ડ આપવાનો રહેશે.

ડેબિટા કાર્ડ, નેટબેન્કિંગ અથવા UPI થકી મની એડ કરવા પર નહી આપવો પડે એક્સ્ટ્રા ચાર્જ

જોકે, Mobikwik વોલેટમાં ડેબિટા કાર્ડ અથવા નેટબેન્કિંગ અથવા UPI થી મોબિક્વિક વોલેટમાં મની એડ કરવા પર પણ કોઈ એક્સ્ટ્રા ચાર્જ લાગશે નહી.

Paytm માં ક્રેડિટ કાર્ડથી મની લોડ કરવા પર 15 ઓક્ટોબરથી લાગશે 2 ટકા ચાર્જ

ઉલ્લેખનીય છે કે, 15 ઓક્ટોબર 2020થી ઘણા યૂઝર્સ દેશની સૌથી મોટી ઈ-વલેટ પેટીએમમાં ક્રેડિટ કાર્ડથી મની એડ કરે છે તો તેને 2 ટકાનો અતિરિક્ત ચાર્જ આપવાનો હોય છે. ઉદાહરણ તરીકે જો તમે ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં 100 રૂપિયા પણ એડ કરો છો તો તમારે ક્રેડિટ કાર્ડથી 102 રૂપિયાનું પેમેન્ટ કરવાનું હોય છે.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!