GSTV

બીફ ખાવાનું બંધ થઈ જાય તો મોબ લિંચિંગ અટકશેઃ ઈન્દ્રેશ

Last Updated on July 24, 2018 by Arohi

ગૌતસ્કરીના આરોપમાં અલવરમાં મોબ લિંચિંગનો ભોગ બનેલા રકબર ખાનના મિત્ર અસલમે પોલીસમાં નિવેદન રેકોર્ડ કરાવ્યું છે. જેમાં અસલમે કહ્યું છે કે ભીડમાં સ્થાનિક ધારાસભ્યના સમર્થનની વાત કહી રહી હતી. તો ભાજપના નેતા વિનય કટિયારે વિવાદીત ટીપ્પણી કરતા કહ્યું છે કે ગાયને અડતા પહેલા મુસ્લિમ વિચારે આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું છે કે ધરતીને ગૌહત્યાના પાપમાંથી મુક્ત કરવાથી મોબ લિંચિંગની સમસ્યા ઉકેલાઈ જશે.

અલવરમાં ભીડ દ્વારા ગૌતસ્કરીની શંકામાં રકબરની માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. ભીડે રકબરના મિત્ર પર પણ હુમલો ક્રયો હતો. પરંતુ કોઈક રીતે તે જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. અસલમે પોલીસ ફરિયાદમાં કહ્યુ છે કે તથાકથિત ગૌરક્ષકોએ રકબરને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો, ભીડના લોકો બૂમો પાડીને તેમને સ્થાનિક ધારસભ્યનો સાથ હોવાનો દાવો કરી રહ્યા હતા.

ભાજપના સ્થાનિક ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ આરોપોને સોય ઝાટકીને રદિયો આપ્યો છે. તેમણે આને ભ્રષ્ટ પોલીસકર્મીઓનું ષડયંત્ર ગણાવ્યું છે. પહેલા આહુજાએ ગૌરક્ષકોનો બચાવ કર્યો હતો. હવે તેઓ તેમના પરના આરોપોને તેમની રાજકીય છબી બગાડવાનો કાસરો ગણાવી રહ્યા છે.

ભાજપના નેતા વિયન કટિયારે મોબ લિંચિંગની ઘટનાઓને રોકવા અલગ કાયદાની જરૂરત હોવાનું જણાવીને અલવરની ઘટનાને વિપક્ષ માટે સંસદને બાધિત કરવાનો વધુ એક મોકો મળ્યો હોવાનું જણાવ્યું છે. કટિયારે અલવરના મોબ લિંચિંગને વખોડતા  વિવાદીત ટીપ્પણી કરતા કહ્યુ છે કે અલવરની મુસ્લિમ સમુદાયે ગાયને હાથ લગાવતા પહેલા વિચારવું જોઈએ. કારણ કે દેશના કરોડો લોકોની લાગણીનો સવાલ છે.

આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે અલવરની ઘટના સંદર્ભે જણાવ્યુ છે કે જો લોકો બીફ ખાવાનું બંધ કરી દે, તો દેશમાં મોબ લિંચિંગની ઘટનાઓ અટકી જશે. મુસ્લિમો વચ્ચે કામ કરનારા આરએસએસના સંગઠન રાષ્ટ્રીય મુસ્લિમ મંચના સંરક્ષણ ઈન્દ્રેશ કુમારે એમ પણ કહ્યુ છે કે મોબ લિંચિંગનું સ્વાગ કરી શકાય નહીં.

ગૌહત્યા અને મોબ લિંચિંગ બંને મામલા બેહદ સંવેદનશીલ છે. તેમ છતાં સંવેદનશીલ મામલાઓ પર અસંવેદનશીલ ટીપ્પણીઓ માહોલ વધુ ખરાબ કરે છે. આસ્થાનું સમ્માન પણ થવું જોઈએ અને લોકો કાયદો હાથમાં લે નહીં તે જોવું પણ કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે જરૂરી છે. કારણ કે અલવર બાદ ઉદયપુરમાં પણ વધુ એક મોબ લિંચિંગની ઘટના સામે આવી છે.

Related posts

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel

મોટી રાહત: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વોટ્સએપ અથવા મિસ્ડ કરીને પણ બુક કરાવી શકશો ગેસ સિલેન્ડર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!