મધ્યપ્રદેશના નીમચમાં એક મારામારીનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં આધેડ વ્યકિતને માર મારવામાં આવી રહ્યો છે. માર ખાધા બાદ બાદ આધેડ શખ્સનું મોત થઈ ગયું હતું. માર મારવાનો આરોપ એમપીના ભાજપના નેતા દિનેશ કુશવાહા પર મૂકવામાં આવ્યો છે. પોલીસે વાયરલ થયેલા વીડિયો બાદ ભાજપના નેતા અને તેના સાગરિતો સામે હત્યાનો કેસ નોંધ્યો છે. પોલીસ કેસ બાદ કોંગ્રેસે મૉબ લિંચિગનો આક્ષેપ મૂક્યો છે. એમપીના નીમચમાં મૉબ લિંચિગનો આ પ્રથમ કેસ છે.

જેમાં આધેડ ભંવરલાલ જૈન મંદબુદ્ધિના હોવાથી 15 મેથી રાજસ્થાનના ચિત્તોડગઢથી નીકળ્યા હતા અને પાંચ દિવસથી મૃતકના પરિવારજનો શોધી રહ્યા હતા નીમચ પોલીસ મથકના અધિકારીના જણાવ્યા પ્રમાણે, ગત રોજ એક આધેડની લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરીને મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. જે બાદ મૃતકના ભાઈના મોબાઈલ પર એક વીડિયો મળી આવ્યો હતો.
જેમાં મૃતકના ભાઈની સાથે એક વ્યકિત મારપીટ કરી રહ્યો હતો. આ વીડિયોની તપાસ કર્યા પછી મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વાયરલ વીડિયોમાં દેખાતા મુખ્ય આરોપી દિનેશ કુશવાહા ભાજપના પૂર્વ પાર્ષદ છે. મૃતક આધેડ સાથે મારપીટ દરમિયાન ધર્મ-જાતિ અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
READ ALSO
- જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ
- મોટા સમાચાર/ Zomatoના બોર્ડે Blinkitની ખરીદીને આપી મંજૂરી, અધધધ આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ!
- અમેરિકામાં હવે કોઈ મહિલાઓ નહિ કરાવી શકે અબોર્શન, SCએ પોતાનો જ 50 વર્ષ જૂનો ચુકાદો બદલ્યો; લોકો રસ્તા પર ઉતર્યા
- મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ
- સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો