GSTV
India News ટોપ સ્ટોરી

દશેરા નિમિત્તે શોભાયાત્રા દરમિયાન મદરેસામાં ઘૂસી ટોળાએ બળજબરીથી કરી પૂજા, 9 પર FIR, 4ની ધરપકડ

Mob Enters Heritage Madrasa In Karnataka: કર્ણાટકના બીદર(Bidar) જિલ્લામાં દશેરા (Dussehra)ના અવસરે જુલૂસ કાઢી રહેલા લોકોની ભીડ એક ઐતિહાસિક મદરસા (Heritage Madrasa)ના પરિસરમાં પ્રવેશ કરી ગઈ.

આ દરમિયાન ભીડે એક ખુણામાં પૂજા-અર્ચના પણ કરી. આરોપ છે કે ભીડે મદરસા પરિસરના ગેટનું તાળુ તોડ્યું અને પછી અંદર ચાલી ગઈ. ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો મદરસાની સીડીઓ પર જોવા મળી રહ્યા છે.

મામલાને લઈને પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. જાણકારી પ્રમાણે, પોલીસે 9 લોકો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે અને ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. કેટલાક સંગઠનોએ મામલાને લઈને વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે જો કોઈ ધરપકડ ન થઈ તો વ્યાપક પ્રદર્શન કરવામાં આવશે.

જે મદરસાના પરિસરમાં ભીડ ઘુસી, તેને બીદરના મહમૂદ ગવાં મદરસાના નામથી ઓળખવામાં આવે છે. 1460માં બનેલા આ મદરસા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અંતર્ગત આવે છે અને આ રાષ્ટ્રીય મહત્વના સ્મારકોની સૂચીમાં સામેલ છે.

READ ALSO

Related posts

વોશિંગ્ટન / પાકિસ્તાની દૂતાવાસ બહાર 26/11ના મુંબઈ હુમલાના વિરોધમાં પ્રદર્શન, 166 લોકોએ ગુમાવ્યો હતો જીવ

Kaushal Pancholi

ધોધ પાસે સેલ્ફી લેતી વખતે અકસ્માત, લપસી જવાથી મદરેસાની 4 વિદ્યાર્થીનીઓના મોત

Padma Patel

ક્રૂરતાના CCTV: માતાએ હિસાબ માંગ્યો તો પુત્રે માતાના વાળ પકડીને ધસડી, લાત મારી અને મોઢા પર મુક્કો માર્યો

Kaushal Pancholi
GSTV