GSTV

આ રાજ્યના એફએમ રેડિઓ ચેનલોને પાકિસ્તાની ગાયકોના ગીતોનું પ્રસારણ કરવા સામે અપાઈ ચેતવણી

Last Updated on February 22, 2019 by

પાકિસ્તાની ગાયકો સાથે કામ કરવાનું બંધ કરવા મ્યુઝિક કંપનીઓને દબાણ કર્યા બાદ રાજ ઠાકરેની મહારાટ્ર નવનિર્માણ સેના (મનસે)એ હવે એફએમ રેડિઓ ચેનલોને પાકિસ્તાની ગાયકોના ગીતોનું પ્રસારણ (વગાડવા) કરવા સામે ચેતવણી આપી છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ઓછામાં ઓછા ૪૦ સૈનિકોનો જાન લેનારા આતંકી હુમલા પછી  પણ પાકિસ્તાની ગાયકો અને સંગીતકારો ગીતોનું પ્રસારણ કરવાનું યથાવત રાખવા બદલ એફએમ રેડિઓ સ્ટેશનોને પત્ર લખી મનસેએ ભારે પ્રહાર કર્યો હતો.

મનસેના નેતા શાલિની ઠાકરેના જણાવ્યા મુજબ એફએમ રેડિઓ ચેનલોએ પાકિસ્તાની સંગીતનું પ્રસારણ બંધ કરવું જોઇએ અને એ માટે પગલાં લેવાની બાંયધરી આપતો પત્ર જારી કરવો જોઇએ.

પાકિસ્તાની તંત્રના આ કાયરતાપૂર્ણ કૃત્ય બાદ સમગ્ર દેશ શોકમગ્ન છે અને (તે બદલ) પગલાં લેવાય તેમ ઇચ્છે છે ત્યારે એફએમ રેડિઓ ચેનલો પા પાકિસ્તાની કલાકારોના ગીતો વગાડવામાંથી ઉંચી નથી આવતી એમ તેમણે જણાવ્યું હતું.

મનસેએ આ ચેનલોને લખેલા પત્રમાં નુસરત ફતેહ અલી ખાન, રાહત ફતેહ અલી ખાન, અતીફ અસલમ, અલી ઝફર, ગુલામ અલી જેવા અનેક પાકિસ્તાની ગાયકોનો ઉલ્લેખ કર્યો છે.

ઠાકરેએ ભારપૂર્વ કહ્યું હતું કે આ પત્ર એક ચેતવણી છે અને તે ધ્યાનમાં નહી લેવાય તો અમારા પક્ષના કાર્યકરો રેડિઓ સ્ટેશનોના પરિસરમાં વિરોધ દર્શાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ગાયકો સાથે કામ નહીં કરવાનું જણાવતો પત્ર મનસેએ ગયા સપ્તાહે ટોચની મ્યુઝિક કંપનીઓને લખ્યો હતો.

Related posts

ગુજરાતના રાશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: 31 ઓગસ્ટ સુધી આ કામ કરી લેજો, છ લાખથી વધારે રાશનકાર્ડ સરકારે બ્લોક કરી નાખ્યા

Pravin Makwana

હવામાન: અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદમાં ખાબક્યો વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Pravin Makwana

અફઘાનિસ્તાન/ તાલિબાની આતંકવાદીઓ મહિલાઓ સાથે ખૂબ જ બર્બર વર્તન, 15 વર્ષથી ઉપરની છોકરીઓનું લિસ્ટ બનાવ્યું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!