GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

શૌચાલયના બહાને ડોક્યુમેન્ટ લઈ મનરેગા કૌભાંડમાં કરાયો ઉપયોગ, હાર્દિક પટેલ અને જિજ્ઞેશે સરકારની ખોલી પોલ

કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કર્યા છે સાથે જ કેટલાક પુરાવા પણ રજુ કરી સરકારને ઘેરી છે. કોરોના મહામારી ચાલી રહી છે આવા સંજોગોમાં મનરેગા મારફત ગરીબ લોકોને રોજગારી મળતી હોવાના દાવા સરકાર દ્વારા કરવામાં આવ્યા છે પરંતુ આ મહામારી કાળ દરમિયાન પણ સરકારી બાબુઓ સરકારની રહેમ નજર હેઠળ કરોડો રૂપિયાની ખાઈકી કરતા હોવાના ગંભીર આક્ષેપ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે કર્યા છે.

ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે

બનાસકાઠા જીલ્લાના બાલુન્દ્રા ગામના કેટલાક લોકોના ડોક્યુમેન્ટ પણ રજુ કર્યા છે જે લોકોએ ક્યારેય પણ મનરેગા હેઠળ કામગીરી માંગી નથી અને કોઈ ડોક્યુમેન્ટ રજુ કર્યા નથી તો પણ તેના બેંક ખાતા ખુલી ગયા છે જેમાં લાખો રૂપિયા જમા પણ થયા અને બારોબાર ઉપડી પણ ગયા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હાર્દિક પટેલે પણ સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે આ એક જ ગામમાં ૫ થી ૧૦ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ સરકારી અધિકારીઓની મિલી ભગતથી જ આ કૌભાંડ શક્ય છે.

આવા સંજોગોમાં તપાસ થવી જરૂરી

આ રીતે ગરીબના રૂપિયા લઈને લેવા એ ખરાબ કામ કહેવાય તો જે લોકોના નામે પૈસાના કૌભાંડ થયા છે તે કહી રહ્યા છે કે તે આ ગામમાં રહેતા પણ નથી પરંતુ શૌચાલયના બહાને અમારા ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ આ રીતે મનરેગામાં કરવામાં આવ્યો છે. હાલ આ સ્થિતિ ખુબ ગંભીર કહી શકાય જો આ આક્ષેપોમાં તથ્યતા હોય એમ કરોડો રૂપિયાના કૌભાંડના ડોક્યુમેન્ટ્રી પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે આવા સંજોગોમાં તપાસ થવી જરૂરી છે.

સરકારે ત્વરિત તપાસ કરવી જરૂરી

જો એક જ ગામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોય તો રાજ્યભરમાં અબજો રૂપિયામાં તેની કિંમત થઇ શકે છે. જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલનો દાવો છે કે ૨ ડઝન જેટલી જગ્યાના પુરાવા તેના પાસે છે અને આગામી સમયમાં તે પણ પ્રજા સમક્ષ મુકવામાં આવશે ત્યારે આ મામલે સરકારે ત્વરિત તપાસ કરવી જરૂરી બની ગઈ છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

રક્ષાબંધનના દિવસે સાબરકાંઠા પોલીસની આ કામગીરી જોઈ લોકો ચોંકી ગયા

Nilesh Jethva

સુશાંત સિંહના પિતાએ આ તારીખે જ મુંબઈ પોલીસને કહ્યું હતું કે, મારા પુત્રના જીવને છે જોખમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!