GSTV

વેક્સીન ન લેનાર ધારાસભ્યોને આ રાજ્યની વિધાનસભામાં નહીં મળે એન્ટ્રી, સ્પીકરનું ફરમાન

Last Updated on June 24, 2021 by Pritesh Mehta

દેશમાં જ્યાં એક તરફ કોરોના મહામારીની બીજી લહેર માંડ શાંત થઇ છે. ત્યારે, રાજકીય પક્ષો અને નેતાઓ પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરે તે માટે બિહાર વિધાનસભાના સ્પીકરે ફરમાન જાહેર કર્યું છે. બિહાર વિધાનસભામાં હવે તે જ ધારાસભ્યોને પ્રવેશ મળશે જેમણે કોરોના વેક્સિનનો ડોઝ લીધો હોય. વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર સિન્હાએ નવું ફરમાન જાહેર કર્યું છે. બિહારમાં તું સમયમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. એવામાં જે ધારાસભ્યોએ વેક્સિનના ડોઝ નહિ લીધા હોય તેમને તકલીફ પડી શકે છે.

વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર સિન્હાના આ ફરમાનની સૌથી વધુ અસર વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને થઇ શકે છે. બંને એ અત્યારસુધી કોરોના વેક્સિન નથી લીધી. તેજસ્વી યાદવે કહ્યું છે કે તેઓ વેક્સિન લેનાર અંતિમ વ્યક્તિ હશે. તેમનો વિચાર છે કે પહેલા સામાન્ય લોકોને વેક્સિન મેળવી જોઈએ.

વિધાનસભા

વાસ્તવમાં, સ્પીકર વિજય કુમાર સિન્હાએ ચોમાસુ સત્ર પહેલા તમામ ધારાસભ્યોને સહપરિવાર રસી લેવાની અપીલ કરવામાં આવી હતી. સાથે જ પોતાના મતવિસ્તારના લોકોને પણ રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા આગ્રહ કર્યો હતો. તેમને કહ્યું હતું કે જે ધારાસભ્યોના આગ્રહથી તેમને મતવિસ્તારમાં 80%થી વધુ રસીકરણ થશે તેમનું વિધાનસભા તરફથી સન્માન કરવામાં આવશે.

સ્પીકર વિજય સિન્હાએ કહ્યું છે કે કોરોના સામે રક્ષણ માટે રસી એક સર્વોત્તમ સુરક્ષા કવચ છે. જનપ્રતિનિધિ હોવાને કારણે આપણી જવાબદારી વધી જાય છે. ધારાસભ્યો સામાન્ય લોકો સાથે સંકળાયેલા હોય છે. જન-પ્રતિનિધિઓ, રાજનૈતિક, સામાજિક અને ધાર્મિક કાર્યકર્તાઓ દ્વારા રસી લેવા માટે જનતાને પ્રોત્સાહિત કરવાથી સમાજમાં સકારાત્મક સંદેશ જશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કુંદ્રાની મુશ્કેલી વધી શકે છે મુશ્કેલી, પૉર્ન ફિલ્મ રેકેટની તપાસ ઇડી કરશે એવી ચર્ચા

Damini Patel

ડ્રેગનની હરકતોથી નિપટવા ભારતની તૈયારી, લદ્દાખમાં આતંક વિરોધી એકમના ૧૫ હજાર જવાન ખડકાયા

Damini Patel

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!