અઢી વર્ષથી શિવસેનાના ધારાસભ્યો સાથે અપમાનજનક રીતે વર્તન થઇ રહ્યું હતું એટલે એકનાથ શિંદેએ પક્ષની નેતાગીરી સામે જંગ છેડવાનું આ પગલું ભર્યું હોવાનો દાવો પક્ષના એક ધારાસભ્ય સંજય શિરસાતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખી કર્યો છે.

ઔરંગાબાદ (પશ્ચિમ)ના ધારાસભ્યએ જૂન 22ના પત્રમાં લખ્યું છે કે શિવસેના સત્તા ઉપર છે અને તેના પક્ષના મુખ્યમંત્રી છે પણ પક્ષના કોઈ ધારાસભ્યને મુખ્યમંત્રીના નિવાસસ્થાન વર્ષામાં પ્રવેશ મળતો નથી. તેમની આસપાસના લોકોએ મુખ્યમંત્રી ઉપર કબજો જમાવેલો હતો. સચિવાલય જવાનો પણ કોઈ મલતબ હતો નહી કારણ કે મુખ્યમંત્રી ત્યાં ક્યારેય હાજર રહેતા નહિ.
એકનાથ શિંદેએ આ પત્ર પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર પણ શેર કર્યો છે અને દાવો કર્યો હતો કે સેનાના દરેક ધારાસભ્યોની આવી જ લાગણી છે. એકનાથ શિંદે અત્યારે આસામના ગુવાહાટી ખાતે પોતાની સાથે શિવસેનાના 41 જેટલા ધારાસભ્યો સાથે એક હોટેલમાં છે. શિંદેની બગાવતના કારણે મહારાષ્ટ્રની શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી યુતિ સરકાર કટોકટીમાં આવી ગઈ છે.
શિરસાતે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે એકાનાથ શિંદેએ પક્ષના ધારાસભ્ય માટે દરવાજા ખોલ્યા છે જ્યાં નેતાઓ પોતાની મુશ્કેલી, વિકાસ આડેની અડચણ અંગે મુક્તમને ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની યુતિના લીધે થઇ રહેલી તકલીફ અંગે પણ ચર્ચા થઇ શકે છે. “માત્ર શિંદેએ અમને સાંભળ્યા છે અને તકલીફ દૂર કરવા પ્રયત્ન કર્યો છે. પક્ષે જ શિંદેને આ પગલું (બગાવત કરવા) ભરવા માટે અરજ કરી છે,” એમ આ પત્રમાં નેતા વધુમાં લખે છે.
શિરસાતે વધુમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી સુધી પહોંચવાનો શિવસેનાના ધારાસભ્યો પાસે કોઈ રસ્તો હતો નહી માત્ર કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓને જ આ હક મળી રહ્યો હતો. હકીકતે આ બન્ને પક્ષ શિવસેનાના વિરોધી છે એમને જ પૂર્ણ ધ્યાન મળી રહ્યું હતું.
READ ALSO:
- LPG price hike: ગેસ સિલિન્ડરના વધતા ભાવે લોકોને રડાવ્યા, ફરીથી ચૂલા પર રાંધવા મજબુર
- સુરત / નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ
- 13 જુલાઈએ વિદ્યાસહાયકોને અપાશે કોલ લેટર, શિક્ષણ મંત્રીની જાહેરાત પછી જૂના શિક્ષકો થયા નારાજ
- પ્રથમ ટી- 20 / ભારતની ટોસ જીતીને પ્રથમ બેટિંગ, આ ખેલાડીએ કર્યું ડેબ્યુ
- આ છે ભારતના ‘TREE MAN’, અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે 1 કરોડ વૃક્ષો