MLA લખેલી કારના ચાલકે આ ડોક્ટર સાથે કર્યું ગેરવર્તન, જાણો કોની છે MLA કાર

અમદાવાદમાં MLA લખેલા બોર્ડ કારમાં લગાવી લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરની કોલંબિયા એશિયા હોસ્પિટલ નજીક પાર્કિગ મામલે મહિલા ડોક્ટરને એક કાર ચાલકે બેફામ ગાળો ભાંડી હતી. મહિલા ડોક્ટર શેલ્બી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. MLAએ લખેલા બોર્ડ લગાવીને રોફ જમાવતો શખ્સ મહિલા ડોક્ટરને ગાળો ભાંડીને રવાના થઈ ગયો હતો.

ત્યારે મહિલા ડોક્ટરે સમગ્ર  મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજ્યમા અનેક લુખ્ખા તત્વો કારમાં ધારાસભ્ય લખેલા બોર્ડ લગાવી દાદાગીરી કરતા જોવા મળે છે. ત્યારે આવા તત્વો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આ કાર કોઈ MLAની છે કે નહીં તે વાતની હજુ સુધી પુષ્ટી થઈ નથી. પરંતુ અનેક વખત પોલીસ, MLA, MP જેવા પદના નામ પોતાના વાહન પર લગાવી કેટલાક લોકો દેખાવો કરે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter