GSTV

જ્યોતિરાદિત્ય સિંધિયા આડા ફાટ્યા, કોંગ્રેસ અને ભાજપ બંન્નેને કરી શકે છે હેરાન

Last Updated on November 28, 2019 by Mayur

મધ્યપ્રદેશના રાજકારણમાં મોટો ઉલટફેર થઈ શકે છે. કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા નવી પાર્ટી બનાવી શકે છે. આ દાવો સિંધિયાના સમર્થક ધારાસભ્ય સુરેશ રથખેડાએ કર્યો છે. સુરેશ રથખેડાનું કહેવું છે કે સૌથી પહેલાં મને નથી લાગતું કે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડશે, અને બીજી પાર્ટીમાં સામેલ થશે. જો કે તેઓએ દાવો કર્યો છે કે તેઓ પોતાની અલગ પાર્ટી બનાવી શકે છે. ત્યારે તેઓએ કહ્યું કે જો જ્યોતિરાદિત્ય નવો પક્ષ બનાવશે તો સૌથી પહેલાં તેઓ જોઈન કરશે.

શરદ પવાર પણ કોંગ્રેસથી અલગ થયા હતા

મળતી માહિતી પ્રમાણે સિંધિયાએ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જે પછીથી રાજકારણમાં મોટો ઉલટેફેર થવાની શક્યતા લગાવવામાં આવી રહી હતી. પણ બાદમાં જ્યોતિરાદિત્યએ ખૂદ જ આ વાત પર પૂર્ણવિરામ મુકી દીધું હતું. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા. જેમાંથી અલગ થયા બાદ તેમણે પોતાની એનસીપી પાર્ટી બનાવી હતી. હવે કદાચ એ રસ્તા પર જ સિંધિયા જઈ રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અલગ થશે તો સ્વાભાવિક છે કે મધ્યપ્રદેશના રાજકારણમાં મોટું પરિવર્તન આવશે. સિંધિયાની છબી મોટી છે. જેના કારણે કોંગ્રેસ અને ભાજપના ભવિષ્યમાં થનારી ચૂંટણીમાં મત તોડવાની સંભાવના પણ પેદા થઈ શકે છે. જો આમ થયું તો કોંગ્રેસ અને ભાજપ બંન્ને માટે સિંધિયા સમસ્યા બનશે.

જ્યોતિરાદિત્ય અને કમલનાથનો વિવાદ સપાટી પર

મધ્યપ્રદેશના રાજકારણમાં મોટો ઉલટફેર સર્જાશે તો સ્પષ્ટ છે કે સૌથી મોટો ફાયદો મામાના હુલામણા નામે ઓળખાતા શિવરાજ સિંહ ચૌહાણને જ થશે. 20 ધારાસભ્યો જ્યોતિરાદિત્ય પાસે હોવાના દાવા વચ્ચે કમલનાથની સરકાર લંગડી થઈ જશે. છેલ્લા કેટલાય સમયથી જ્યોતિરાદિત્ય અને કમલનાથની વચ્ચે વિવાદ પનપી રહ્યો છે. જેનો કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અંત નથી લાવી શકી. સોનિયા ગાંધીએ ફરી એક વાર કોંગ્રેસની રાષ્ટ્રીય કમાન સંભાળતા પોતાના નજીકના અને અનુભવી નેતાઓને આગળ કર્યા હતા. જેથી રાહુલ ગાંધીના માનીતા એવા યુવા રાજકારણીઓ ફાવી નહોતા શક્યા.

જૂનિયર રહી ગયા અને સિનિયર આગળ નીકળી ગયા

આ કારણે જ રાજસ્થાનમાં સચિન પાયલોટની જગ્યાએ અશોક ગેહલોત અને બાદમાં મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની જગ્યાએ કમલનાથ જેવા જૂના જોગીઓને સત્તામાં રહેવાનો લાભ મળી ગયો હતો. લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, સિનીયર નેતાઓના પુત્ર પ્રેમે પાર્ટીને પરાજયના કિનારે લાવીને રાખી દીધી. કારણ કે અશોક ગેહલોત અને કમલનાથે પુત્રને જીતાવવામાં એડીચોડ઼ીનું જોર લગાવ્યું હતું જ્યારે પાર્ટીને મહત્વ ન હોતું આપ્યું. જેથી રાહુલ ગાંધી ખફા થયા હતા. જે પછી છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી સિંધિયા અને કમલનાથ વચ્ચેની હુંસાતુસી હવે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ભંગાણના આરા સુધી પહોંચી ચૂકી છે.

READ ALSO

Related posts

ચિંતા વધી/ દેશમાં સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઉછાળો,મૃત્યુઆંક માં પણ ધરખમ વધારો: જાણી લો છેલ્લા 24 કલાકના આંકડા

Bansari

મોટી કાર્યવાહી/ જમ્મુ-કાશ્મીરના ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટનું મોટુ ષડયંત્ર, NIAના 14 સ્થળો પર દરોડા

Bansari

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આવતીકાલથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!