GSTV

કોંગ્રેસમાં ભાગલા / નવજોતસિંહ સિદ્ધુના સમર્થકોની વધી શકે છે મુશ્કેલી, શક્તિ પ્રદર્શનમાં સામેલ કેટલાક ધારાસભ્યો CIDની રડાર પર

Last Updated on July 22, 2021 by Zainul Ansari

પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ પાર્ટીમાં ભાગલા પડી રહ્યા છે. બુધવારે કોંગ્રેસના જે ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ સાથે મંદિરે દર્શન માટે ગયા હતા તેમાંથી કેટલાક પંજાબ સીઆઈડીની રડાર પર છે.

આ ધારાસભ્યો પર કેટલીક ગેરકાયદેસર ગતિવિધિઓ જેમ કે, ગેરકાયદેસર ખનન અને ગેરકાયદેસર રીતે દારૂના વેચાણનો આરોપ લાગેલો છે. કેટલાક ધારાસભ્યો એવા પણ છે જેમણે મુખ્યપ્રધાન અમરિંદરની મદદ માગી હતી પરંતુ કોઈ પ્રતિક્રિયા નહોતી મળી.

નવજોત સિંહ સિદ્ધુએ બુધવારે ધારાસભ્યો સાથે એક જાતનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. તેમાં તેઓ સુવર્ણ મંદિર પણ ગયા હતા. અમૃતસરની આ મુલાકાત દરમિયાન આપના 3 ધારાસભ્યો સહિત કુલ 48 ધારાસભ્યો સિદ્ધુ સાથે હતા. તે પૈકીના કેટલાક ધારાસભ્યો પંજાબ સીઆઈડીની રડાર પર છે.

સાદા કપડામાં ઉપસ્થિત રહી સીઆઈડીની ટીમ

નવજોતસિંહ સિદ્ધુના ઘરબહાર સાદા કપડામાં હાજર રહેલા સીઆઈડી અધિકારીઓની નજર અમૃતસરમાં સિદ્ધુના ઘરે એકઠા થયેલા ધારાસભ્યો પર હતી. પંજાબ CIDની રડારમાં સિદ્ધુના ‘શક્તિ પ્રદર્શન’માં સામેલ કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો અને તેમના સહયોગીઓ પર છે, જેમની પર અનેક ગંભીર આરોપો લાગેલા છે. કેટલાક ધારાસભ્યો અને તેમના સહયોગીઓ જે સિદ્ધુની સાથે હતા તેમના પર અનેક ગંભીર આરોપો લાગેલા છે. આ ગેરકાયદેસર કામોમાં તેઓ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે સામેલ રહ્યા છે.

Read Also

Related posts

ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકર આવતી કાલે વિધિવત રીતે ચાર્જ સંભાળશે, આજે ગુજરાતમાં આગમન

Dhruv Brahmbhatt

ફાયદો જ ફાયદો/ આ બિઝનેસ કરીને દર મહિને થશે 1 લાખ રૂપિયાની કમાણી, સરકાર પણ કરશે આર્થિક મદદ

Bansari

ખરાબ સમય / અશ્લીલ ફિલ્મોમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પ્રથમ વાર આવ્યું શિલ્પા શેટ્ટીનું નિવેદન, જાણી લો શું કર્યા ખુલાસા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!