GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ગુજરાત ભાજપના આ કદાવર નેતાને મળી દોઢ કરોડની ગ્રાન્ટ, ખિસ્સામાંથી એક રૂપિયો ન છૂટ્યો

ધારાસભ્ય

2017માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીને એક વર્ષનો સમય થવા પામ્યો છે. ત્યારે એક વર્ષ સુધી ધારાસભ્યોને પ્રજાના વિકાસના કામો કરવાની તક મળી છે. ત્યારે ધારાસભ્યોને મળતી ગ્રાન્ટનો તેઓએ કેટલો ઉપયોગ કર્યો તે મતદારો માટે જાણવું જરૂરી છે. વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો 10 ધારાસભ્યો પૈકી 9 ધારાસભ્યોએ વિકાસના નાના મોટા કામો કર્યા છે. જયારે કે ધારાસભ્યએ વર્ષ 2018-19ના હિસાબી વર્ષમાં એક પણ રૂપિયાની ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો નથી.

દોઢ કરોડ રૂપિયામાંથી એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી

વડોદરાના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને અને ગુજરત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેઓને વર્ષ 18-19 દરમિયાન મળવા પાત્ર ધારાસભ્યની ગ્રાન્ટના દોઢ કરોડ રૂપિયામાંથી એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. સમગ્ર માહિતીનો ખુલાસો જિલ્લા આયોજન વિભાગ દ્વારા એક આર.ટી.આઈ માં કારવામાં આવ્યો છે.

22 ડીસેમ્બર 2017 બાદ માત્ર 1,93,470 રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો

બીજી ટર્મમાં ધારાસભ્ય પદ પર ચુટાયેલા રાજેન્દ્ર ત્રિવેદીએ હાલના હિસાબી વર્ષમાંથી એક પણ રૂપિયો તો વાપર્યો જ નથી. પરંતુ ગત વર્ષની ગ્રાન્ટમાં ચુંટણી બાદ એટલે કે 22 ડીસેમ્બર 2017 બાદ માત્ર 1,93,470 રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. આશરે 36,000 મતોની લીડથી વિજેતા થયેલા રાજેન્દ્ર ત્રિવેદી તરફથી જિલ્લા આયોજન એકમને એક વર્ષ દરમિયાન એક પણ ભલામણ મળી નથી. જેના કારણે તેઓની ગ્રાન્ટનો એક પણ પૈસો વપરાયો નથી.

સરકાર દ્વારા માત્ર પાંચ કરોડ છ લાખની જ ગ્રાન્ટ ફાળવી

મહત્વનું એ છે કે, વડોદરા જિલ્લાના 10 ધારાસભ્યો પૈકી 9 ધારાસભ્યને આપવા પત્ર ગ્રાન્ટની રકમ 13 કરોડ 50 લાખ જેટલી થાય છે. જેની સામે 9 મહિના વીત્યા હોવા છતા સરકાર દ્વારા માત્ર પાંચ કરોડ છ લાખની જ ગ્રાન્ટ ફાળવી છે. એટલે મૂળ ગ્રાન્ટના 40 ટકા રકમ પણ ધારાસભ્યોને મળી નથી. એવામાં વિકાસના મોટા મોટા વાયદાઓ વચ્ચે ધારાસભ્યોને ઉપયોગમાં લેવાની પુરતી ગ્રાન્ટ નહિ મળતા તમામ ધારાસભ્યો વિસ્તારના વિકાસના કામો સંપૂર્ણ પણે મંજુર કરાવી શકયા નથી.

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!