GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

MLA ભગવાન બારડ સસ્પેન્ડેડ કેસમાં હાઈકોર્ટમાં સુનવણી પૂર્ણ, ધારાસભ્ય પર લટકતી તલવાર

Talaala's Congress MLA BHAGVAN-BARAD

ગીર જંગલનાં પાટનગર સમા તાલાળા ગીર વિધાનસભા બેઠકનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ભગવાન બારડને ખનીજચોરી મામલે સજા ફટકારવામાં આવી છે. જો કે ખનીજચોરી માં ભગવાન બારડને ગુનેગાર ઠેરવી સુત્રાપાડ કોર્ટે બે વર્ષ કરતા વધારે સમયની સજા સંભળાવી છે, જો કે આ મામલે કોંગ્રેસ લડી લેવાનાં મૂડમાં છે. તેમજ ગુજરાત વિધાનસભા સ્પીકરને સસ્પેન્શન રદ્દ કરવાની માંગ સાથે આંદોલનાત્મક મૂડમાં છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલે સુનાવણી પુરી થયા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય ભગવાન બારડને ગુનેગાર ઠેરવતા હુકમ પર સ્ટેના હુકમને રદ્દ કરવાની રાજ્ય સરકારની અપીલ પર તમામ સુનાવણી પૂર્ણ થઈ છે. ત્યારે હવે ટુંક સમયમાં કોર્ટ ચુકાદો સંભળાવશે. સરકાર તરફથી સેશન્સ કોર્ટે આપેલા સ્ટેને હટાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

“ગુનેગાર ઠેરવતા હુકમ પર સ્ટેનો અર્થ એવો થાય કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાંથી જનતાને ભરોસો ઉઠી જાય” તેવી એડવોકેટ જનરલની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. તો બીજી બાજુ વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવાના અને તાલાલા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવાના વિધાનસભા સ્પીકરના નિર્ણયને પણ ભગા બારડે પડકાર્યો હતો. તેમના વકીલે કહ્યું કે વેરાવળ સેશન્સ કોર્ટે આપેલો સ્ટે યોગ્ય હતો.

ભગવાન બારડ કોણ છે?

ભગવાન બારડ તાલાળાનાં સસ્પેન્ડેડ ધારાસભ્ય છે. તેઓ રાજકિય પરિવારમાંથી આવે છે. સૌરાષ્ટ્રનાં આહિર સમાજમાં ખાસ્સુ પ્રભુત્વ ધરાવે છે. ભગવાન બારડનાં મોટા ભાઈ સ્વર્ગવાસી જશુ ભાઈ બારડ પણ તાલાળાનાં ધારાસભ્ય રહિ ચુક્યા છે. તેમજ જશુ ભાઇ જુનાગઢ લોકસભા સીટનાં સાંસદ પણ રહિ ચુક્યા છે. જુનાગઢ,સોરઠ અને ગીર પંથકનાં રાજકારણાં બારડ પરિવારનો દબદબો છે. ગીર-સોમનાથ અને જુનાગઢ એમ બે જિલ્લાને આવરી લેતી જુનાગઢ લોકસભા સીટ પર લોકસભા ચૂંટણીમાં ભાજપ પાસે સમ ખાવા પુરતો એક સબળ ઉમેદવાર નથી તેથી રાજકિય રાગ-દ્વેષ રાખીને ભગવાન બારડને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કર્યા છે.

READ ALSO  

Related posts

લોકડાઉન 5.0 પર મંથન : અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચિત

Nilesh Jethva

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 58.22 લાખને પાર, ભારતમાં એક લાખ 60 હજારથી વધુ કેસ

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની ઓફર, વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!