GSTV
Home » News » સિંચાઈ કૌભાંડમાં સામેલ ધારાસભ્યે માગ્યા જામીન, હાઇકોર્ટે આપી આ મુદત

સિંચાઈ કૌભાંડમાં સામેલ ધારાસભ્યે માગ્યા જામીન, હાઇકોર્ટે આપી આ મુદત

વિધાનસભામાં સિંચાઇ કૌભાંડ અંગેના પ્રશ્નો ન પૂછવા માટે રૂપિયા ૪૦ લાખની લાંચ માગવાના કેસમાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી છે, જેની વધુ સુનાવણી ૨૦મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

સેશન્સમાં જામીન ન મળતાં હાઈકોર્ટ આવ્યા

સાબરિયાની રજૂઆત છે કે આ કેસની ચાર્જશીટ ફાઇલ થઇ ચૂકી હોવાથી તેમણે મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ તેને ફગાવવામાં આવી હતી. જેથી તેઓ હાઇકોર્ટ સમક્ષ દાદ માગી રહ્યા છે. પોલીસ ફરિયાદ અનુસાર મોરબી જિલ્લામાં ચેકડેમ, જળાશયો અને કેનાલનું બાંધકામ અને સમારકામમાં સિંચાઇ વિભાગના અધિકારીઓએ અને અન્ય કેટલાંક લોકોએ રૂપિયા ૧.૧૨ કરોડનું કૌભાંડ કર્યુ હતું અને ત્યારબાદ આ કૌભાંડની રકમનો આંકડો વધતો ગયો હતો.

વિધાનસભામાં આ અંગે પ્રશ્નો ન પૂછવા માટે રૂપિયા ૪૦ લાખની લાંચ માગી હતી

તપાસમાં બહાર આવ્યું હતું કે ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પર આક્ષેપ છે કે તેમણે ગ્રાન્ટની રૂપિયા ૬૬ લાખની રકમનું ચૂકવણું કરવાની ભલામણ કરતો પત્ર સિંચાઇ વિભાગને લખ્યો હતો ઉપરાંત વિધાનસભામાં આ અંગે પ્રશ્નો ન પૂછવા માટે રૂપિયા ૪૦ લાખની લાંચ માગી હતી. ત્યારબાદ ૧૦ લાખ રૂપિયા તેને પહોંચતા કરવામાં આવ્યા હતા. સાબરિયાની રજૂઆત છે કે મૂળ પોલીસ ફરિયાદમાં તેમના નામનો ઉલ્લેખ નથી. તેઓ વર્તમાન ધારાસભ્ય હોવાથી તેમની રાજકીય છબીને નુકસાન પહોંચાડવા માટે તેમના પર ભ્રષ્ચાચારના આરોપો લાગી રહ્યા છે.

Related posts

ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની કૌભાંડમાં ફસાયા, જાહેર ફંડના દુરપયોગ બદલ દોષિત

Mayur

30 સેકન્ડમાં આ ટ્રીક બચાવી લેશે તમારા તુટતાં સંબંધને

Bansari

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી છત્તીસગઢમાં વિજળી પડતાં ચારનાં મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!