GSTV
India News Trending

મહારાષ્ટ્રમાં સત્તાની સાંઠગાઠ વચ્ચે NCPના ધારાસભ્ય ગુમ થઈ ગયા, પુત્રએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

મહારાષ્ટ્રમાં સત્તાના સમીકરણ વચ્ચે એનસીપીના કલવણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય નીતિન પવાર ગુમ થઈ ગયા છે. ધારાસભ્યના પુત્રએ નાસિકના પંચવટી પોલીસ સ્ટેશનમાં પિતા ગુમ થયા હોવાની ફરિયાદ પણ નોંધાવી છે. ધારાસભ્ય નીતિન પવાર 23મી નવેમ્બરે સવારે સાડા છ વાગ્યાની આસપાસ મુંબઈ જવા રવાના થયા હતા જે બાદથી તેઓ ઘરે પરત નથી ફર્યા.

નીતિન પવાર સહિત 3 ધારાસભ્યોના ફોનનો હજુ પણ સંપર્ક નથી સધાયો. એનસીપી પ્રમુખ શરદ પવારની સાથે મીટિંગ બાદ તમામ ધારાસભ્યોને બસથી પવઈની એક હોટલ માટે રવાના કરી દીધા હતા. તમામ પક્ષ હોર્સ ટ્રેડિંગના ડરથી પોતપોતાના ધારાસભ્યોને બચાવવાની કવાયત કરી રહી છે.

મહારાષ્ટ્રમાં જોવા મળતા રાજકીય ડ્રામા અંતર્ગત એનસીપીની શનિવારે સાંજે બેઠક મળી હતી જેમાં અજીત પવાર પર અનુશાસનાત્મક કાર્યવાહી કરતા પાર્ટીએ તેમને ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવી, તેમના સ્થાને પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલને ચૂંટવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત

Hina Vaja

Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ

Hardik Hingu
GSTV