GSTV
Gujarat Government Advertisement

MLA નૌશાદ સોલંકીએ બળાપો ઠાલવતા કહ્યું, ‘સુરેન્દ્રનગરની એક પણ હોસ્પિટલમાં વેન્ટિલેટર નથી’, શેર કરી દર્દનાક તસવીર

Last Updated on April 16, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં કોરોના મહામારીના વરવા દ્રશ્યો જોવાં મળી રહ્યાં છે. રાજ્યની હોસ્પિટલો, સ્મશાન ગૃહો હાઉસફુલ જોવા મળી રહ્યાં છે. હોસ્પિટલોની બહાર લાંબી લાંબી લાઇનો તો સ્મશાન ગૃહમાં પણ અંતિમ ક્રિયા માટે વેઇટિંગ જોવાં મળી રહ્યું છે. તો બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને પણ હોસ્પિટલની બહાર દર્દીઓના સગાંઓની લાંબી કતારો જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં સુરેન્દ્રનગરના દશાડાના ધારાસભ્ય નૌશાદ સૌલંકીએ ટ્વિટ કરીને પોતાનો બળાપો ઠાલવ્યો છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘સુરેન્દ્રનગર જિલ્લાની એ કમનસીબી છે કે, સમગ્ર જિલ્લાની એક પણ સરકારી હોસ્પિટલમાં એક પણ વેન્ટિલેટર નથી. ભાજપ છેલ્લાં 30 વર્ષથી સરકારમાં છે અને છેલ્લાં એક વર્ષથી આપણે કોવિડની સામે લડી રહ્યાં છીએ. 20 લાખ કરોડનું પેકેજ કે પીએમ કેર ફંડનું શું થયું ?? એક પણ વેન્ટિલેટર મશીન સમગ્ર જિલ્લામાં નથી.’

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સિવિલમાં ICU બેડ ફૂલ થઇ ગયા છે. બીજી તરફ ઓક્સિજનની માંગમાં પણ 3 ગણો વધારો થયો છે. તો બીજી બાજુ સુરત સિવિલ અને સ્મીમેરમાં કોરોના પોઝિટિવ તેમજ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા એક હજાર 649 થઈ ગઇ છે. બંને હોસ્પિટલમાં કુલ 1,413 દર્દીઓની હાલત ગંભીર છે. તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સિવિલમાં ટોકન આપવા છતાં રેમડેસિવિર ઇન્જેક્શન ન મળતા સ્વજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દર્દીઓના મોત

રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલમાં પણ એમ્બ્યુલન્સની લાંબી લાઈન જોવા મળી. 20થી વધુ દર્દીઓને ધોમ ધખતા તાપમાં એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવામાં આવી. બે દિવસ પહેલાં એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ પહોંચે અને દર્દીની સારવાર થાય તે પહેલાં જ દર્દીઓના મોત થયા હતાં.

સવારથી જ 200 લોકો લાઇનમાં હતાં છતાં રેમડેસિવિર ન મળતા હોબાળો

આવી જ સ્થિતી પાલનપુર સિવિલમાં સર્જાઇ છે. પાલનપુર સિવિલમાં રેમડેસિવિરને લઈને હોબાળો થયો છે. સવારથી જ 200 લોકો લાઇનમાં ઊભેલા હતાં. જો કે સિવિલ સત્તાવાળાઓએ એમ કહ્યું હતું કે, ‘ઇન્જેક્શન નથી.’

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોતનો સિલસિલો યથાવત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોતનો સિલસિલો યથાવત છે. ડેડબોડી રૂમની બહાર પાર્થિવ દેહને લેવા સ્વજનો ઉમટી પડ્યાં છે. અંદાજે 100થી વધુ લોકો મૃતદેહો લેવા પહોંચ્યાં છે. સવારના છ વાગ્યે નિધન થયું હોવા છતાં 10 વાગ્યા સુધી મૃતદેહ આપવામાં આવતો નથી અને મૃતદેહોમાં લાંબુ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. તો રાજકોટમાં પણ કોરોનાએ હાહાકાર મચાવતા સ્મશાન ગૃહોમાં અંતિમ વિધિ માટે પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. શહેરના 80 ફૂટ સ્મશાનમાં એક સાથે 8 મૃતદેહો કતારમાં જોવા મળ્યાં.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કોરોનાને કારણે સર્જાયેલી ગુજરાતની પરિસ્થિતિ મુદ્દે ફરી એક વખત ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતની હોસ્પિટલોમાં ઇન્જેક્શન, બેડ અને ઓક્સિજનની અછતને કારણે લોકો ટપોટપ મરી રહ્યાં છે. સરકાર પાસે આયોજનનો સંપૂર્ણ અભાવ હોવાંથી આ પ્રકારની સ્થિતિ સર્જાઇ છે.

કોરોનાના સાચા આંકડાઓ જાહેર કરે : અમિત ચાવડા

રેમડેસિવિર ઇન્જેક્શનની અછત મુદ્દે અમિત ચાવડાએ સરકારને ઘેરતા કહ્યું કે, ‘ગુજરાતમાં ઇન્જેક્શનની ભારે અછત હોવા છતાં સરકારે ઇન્જેક્શનનો જથ્થો ઉત્તરપ્રદેશ મોકલ્યો. અમિત ચાવડાએ અમદાવાદ તેમજ સુરતમાં કોંગ્રેસના ભવનમાં કોવિડ સેન્ટર ઊભું કરવાની જાહેરાત કરી. અમિત ચાવડાએ માંગ કરી કે સરકાર તાત્કાલિક શ્વેતપત્ર બહાર પાડી કોરોનાના સાચા આંકડાઓ જાહેર કરે.’

amit chavda

હાઈકોર્ટે રાજ્ય સરકારને સાચા અને પારદર્શી કોરોનાના આંકડા જાહેર કરવા આદેશ કર્યો

કોરોનાના વધતા જતા કેસ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને હુકમ કર્યો છે. સરકાર સાચા અને પારદર્શી આંકડા જાહેર કરે તેવો કોર્ટે નિર્દેશ આપ્યો છે. લોકોમાં વિશ્વાસ સંપાદિત થાય તે રીતે પારદર્શિતાથી સરકાર આંકડા જાહેર કરે તેવી વાત કહેવાઈ છે.

સરકારના જવાબદાર અધિકારી કે નેતા રોજ પ્રજાને કોરોનાની સ્થિતિ વિશે સાચી માહિતી જણાવે. હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધિ બાબતે રિયલ ટાઈમ સાચી માહિતી મળી રહે તેવુ વેબ પોર્ટલ રાજ્ય સરકાર બનાવે અને રાજ્ય સરકારના અંકુશમાં આ પોર્ટલ પર માહિતી ઉપલબ્ધ થાય. ઓક્સિજન અને રેમ્ડેસિવિરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થાય એ માટે પગલા લેવા કોર્ટનો સરકારને આદેશ આપવામાં આવ્યો છે. 19 એપ્રિલ સુધીમાં આ વ્યવસ્થા સુનિશ્ચિત કરી કોર્ટે સોગંધનામા પર જણાવવા હુકમ કર્યો છે. આ અંગે 20 એપ્રિલે થશે વધુ સુનાવણી થશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!