GSTV
Surat Trending ગુજરાત

સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો

કુમાર કાનાણી

સુરતના કાપોદ્રામાં સ્કૂલ પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમ્યાન રજૂઆત કરવા ગયેલા આપના સભ્યો અને કાર્યકરો પર હુમલો કરી સ્કૂલમાં જ ગોધી રાખ્યાનો બનાવ ગતરોજ બન્યો હતો. આ મામલે હવે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કુમાર કાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે. આ દરમિયાન તેમણે આપને ચીમકી પણ આપી છે.

 કુમાર કાનાણી

સુરતના કાપોદ્રાની શાળામાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ઘર્ષણ મામલે તત્કાલીન આરોગ્યમંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાણાનીએ આપ પાર્ટીને ચીમકી આપી હતી અને કહ્યું હતું કે અમારા કાર્યક્રમમાં વિરોધ કરવા આવશે તો ઇંટનો જવાબ પથ્થરથી આપીશું. અમે તેવા લોકોને છોડીશું નહીં. વિરોધપક્ષની ભૂમિકા હોય તો અનેક સ્થળોએ છે. તેઓ ભજવી શકે છે, પરંતુ અમારા કાર્યક્રમમાં આવીને અમોને ધમકાવવાનો પ્રયાસ થશે તો સાંખી નહિ લેવામાં આવે.

પ્રવેશોત્સવમાં ધમાચકડી

સુરતના કાપોદ્રામાં સ્કૂલ પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમ્યાન રજૂઆત કરવા ગયેલા આપના સભ્યો અને કાર્યકરો પર હુમલો કરી સ્કૂલમાં જ ગોધી રાખ્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

આપ

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાછળ, મમતા પાર્ક-3 ની પાછળ, શ્રીરામ નગર ઝુપડપટ્ટીમાં આવેલી નગર પ્રાથમિક સ્કૂલમાં આજે પ્રવેશોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી હાજરી આપવા આવ્યા હતા. તે વખતે આપના શિક્ષણ સમિતિના સભ્યો અને કાર્યકરો રજૂઆત કરવા માટે જતા તેમને અટકાવ્યા હતા. જેને લઇને હાજર રહેલા અન્યો વચ્ચે રજૂઆતને લઈને ભારે બોલાચાલી થયા બાદ ઉશકરાયેલા ટોળાએ આપના કાર્યકરોને મારમારી એક ઓરડામાં બંધ કરી દેવાતા ધમાચકડી મચી જતાં પોલીસ બોલાવી મામલો થાળે પાડયો હતો.

આપ

આ અંગે આપના સભ્યોએ આક્ષેપ કર્યા હતા કે આજે પ્રવેશોત્સવ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીને એવી રજૂઆત કરતા હતા કે આ સ્કૂલની આજુબાજુમાં નોનવેજની દુકાનો છે. દારૂના અડ્ડાઓ છે. આ સ્કૂલમાં ભણવા આવતી બાળકીઓને ભણવા આવવું મુશ્કેલ પડી રહ્યું છે. અમારી ગ્રાન્ટનો ઉપયોગ બરાબર થતો નથી આવી રજૂઆત કરવા માગતા હતા. પરતું પ્રવેશોત્સવમાં કેટલાક લુખ્ખા તત્વો, ગુંડાઓ આવી જઈને રજૂઆત કરવા જતાં અમારા પર હુમલો કરાયો હતો. અને ખોટી રીતે મારમાર્યો નો આક્ષેપ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

બિપાશા બાસુએ બોલ્ડ અંદાજમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી, 43 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બનશે માતાઃ ફોટો જોતાં તમે પણ આહ પોકારી જશો

Binas Saiyed

ફૂટબોલના રસ્તા પર ચાલી રહ્યું છે ક્રિકેટ, કપિલ દેવને સતાવી રહી છે આ વાતની ચિંતા

Damini Patel

હિંદુ ધર્મમાં પવિત્ર પ્રતિક મનાતા સ્વસ્તિક પર ઓસ્ટ્રેલિયાએ મૂક્યો પ્રતિબંધ, કેનેડાએ અગાઉ આ બાબતે માગવી પડી હતી માફી

Binas Saiyed
GSTV