GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આવ્યા કોરોનાની ઝપેટમાં, આ MLA નો રિપોર્ટ આવ્યા પોઝિટિવ

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનિય છે આ પહેલા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. ગેનીબેન ઠાકોરને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે ભરતસિંહ સોલંકી હજુ સારવાર હેઠળ છે.

રાજ્યમાં વકરતા કોરોના કેસને લઈને ગોંડલમાં આવેલા બીએસપીએસ સ્વામિનારાયણ મંદિરને પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 17 જુલાઈ સુધી સ્વામિનરાયણ મંદિર અને દર્શનાર્થી માટે તીર્થધામ ગણાતા અક્ષરદેરીના દર્શન બંધ કરવામાં આવ્યા છે. જોકે શ્રદ્ધાળુઓ અક્ષર મંદિરમાં બિરાજતા ઠાકોરનજીના ઓનલાઈન દર્શન થઈ શકશે.

તો આ તરફ ગઢડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આવતીકાલથી હરિભક્તો માટે બંધ રહેશે. કોરોના વાયરસના વધતા જતા કેસોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આવતીકાલથી 17 જુલાઈથી અચોક્કસ મુદત સુધી મંદિરને બંધ રાખવામાં આવશે. જોકે મહત્વનું છે કે હરિભક્તો મંદિરમાં ઓનલાઈન દર્શન કરી શકશે.

READ ALSO

Related posts

BIG NEWS: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, આઠ દર્દીના નિપજ્યા કરૂણ મોત

pratik shah

દાનનો ધોધ વહ્યો: મોરારી બાપૂની એક હાકલ પર ભક્તોએ રૂપિયાનો ઢગલો કરી દીધો, માગ્યા 5 કરોડ અને મળ્યા 18 કરોડ રૂપિયા

Pravin Makwana

માઈ ભક્તો માટે આવી ખુશ ખબરી: પાંચ મહિના બાદ ખુલી જશે વૈષ્ણોદેવીના દ્વાર, આ તારીખથી શરૂ થશે યાત્રા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!