GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોંગ્રેસના MLA મુદ્દે ગૃહમાં મેવાણીની 20-20 સ્ટાઈલમાં બેટીંગ, ‘ભાજપ એક ગાર્બેજ યાર્ડ છે’

રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં જોડતોડનું રાજકારણ જોવા મળી રહ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય (MLA) જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું કે કોઈપણ પક્ષના નેતા સામે રૂપિયાનો ઢગલો કરે તો પોતે જાણે બજારમાં વેચાવા ઉભેલી પ્રોડકટ હોય એમ પોતાની જાતને વેચવા તૈયાર થઈ ગયા છે. રાજ્યસભાની ચૂંટણી ટાણે જે ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા છે એ લોકોએ સોદાબાજી વિના કે રૂપિયા ખાધા વિના રાજીનામા દીધા હોય એવું ન માનતો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જિજ્ઞેશ મેવાણીએ ભાજપ પર પણ આકરાં પ્રહારો કર્યા હતા અને ભાજપ એક ગાર્બેજ યાર્ડ હોય તેમ જણાવ્યું હતું.

શૈલેષ પરમારનો સવાલ

વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન મહાત્મ મંદિર ખાતે કેટલા કાર્યક્રમો યોજાયા અને કેટલું ભાડું વસૂલવાનું બાકી છે તે અંગેના સવાલો ધારાસભ્ય (MLA) શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે સરકારે જવાબ આપતાં છેલ્લાં બે વર્ષમાં રાજ્ય સરકારે 50 કાર્યક્રમો યોજ્યા જ્યારે ખાનગી ક્ષેત્રના 63 કાર્યક્રમો યોજાયા હોવાની જાણકારી આપી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારપાસેથી વર્ષ 2018 માટેના 21,88,170 રૂપિયા તો વર્ષ 2019 માટે 22,61,758 રૂપિયા વસૂલવાના બાકી હોવાનું સામે આવ્યું છે. તેમજ ખાનગી કાર્યક્રમો અંતર્ગત વર્ષ 2018માં 5,17,726 રૂપિયા અને વર્ષ 2019 માટે 1,63,799 વસૂલવાના બાકી હોવાની વિગત સામે આવી છે.

નેનો કારનું ઉત્પાદન બંધ કેમ ?

બહુચર્ચિત નેનો કાર અંગે આજે વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યાં હતા. ત્યારે નેનો કારનું ઉત્પાદન બંધ કરાયું હોવાની જાણકારી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નેનો કાર અંગે પ્રશ્ન પૂછ્યાં હતા જેના જવાબમાં સરકારે કહ્યું કે 2018માં નેનો કારનું કુલ ઉત્પાદન 516 થયું હતું જે વર્ષ 2019માં ઘટીને 301 થયું હોવાથી કંપનીએ નેનો કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. ટાટા મોટર્સની ઓછા બજેટની નેનો કાર પહેલાં પશ્ચિમ બંગાળના સિંગુરમાં તૈયાર થતી હતી પરંતુ ત્યાં જોવા મળેલા વિરોધને કારણે આ પ્રોજેક્ટ ગુજરાત ખસેડાયો હતો.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!