GSTV

સીબીઆઇની ટીમે ઉન્નાવ ગેંગરેપ કેસમાં કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરી

Last Updated on April 13, 2018 by

ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને વહેલી સવારે સીબીઆઇની ટીમે ધરપકડ કરી છે.

ધરપકડ બાદ સેંગરની સીબીઆઇલખનૌમાં આવેલા ઇન્દીરાનગર આવાસમાં સવારે પાંચ વાગ્યાના અરસામાં સીબીઆઇની ટીમ ત્રાટકી હતી. જ્યાં સેંગરની ધરપકડ કરાઇ હતી. સેંગર પર પોક્સો એક્ટ હેઠળ ફરીયાદ દાખલ થઇ છે.

આજે સેંગરને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગણી કરાશે. સીબીઆઇની લખનૌની ટીમે ગુરૂવારની મોડી રાતે સેંગર સામે ત્રણ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ તરફ અલાહાબાદ હાઇકોર્ટમાં આ કેસ અંગે આજે બપોરે મહત્વની સૂનાવણી હાથ ધરાવાની છે.

સીબીઆઇએ ઘટનાની તપાસ કરી રહેલી યુપી પોલીસ પાસેથી કેસ સાથે સંકળાયેલા દસ્તાવેજો પણ લઇને તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

ઉન્નાવ બળાત્કાર કેસ: CBIના સકંજામાં સેંગર

ઉન્નાવ બળાત્કાર કેસમાં દેશભરમાં હોબાળો મચ્યા બાદ આખરે ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની સીબીઆઇએ ધરપકડ કરી છે. જો કે ધરપકડથી બચવા અનેક નાટક કરી રહેલા સેંગરને સંકજામાં લેવા સીબીઆઇની ટીમે ખાસ રણનીતી ઘડી હતી. આખરે કેવી રીતે સીબીઆઇએ મધરાત્રે સેંગર પર સકંજો કસ્યો. આવો જોઇએ.

ઉન્નાવ બળાત્કાર કેસમાં દેશભરમાં હોબાળો મચ્યા બાદ આખરે સીબીઆઇએ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરી છે. સીબીઆઇએ શુક્રવારે વહેલી સવારે 4-30 વાગ્યે સેંગરને સકંજામાં લીધો હતો. જો કે સીબીઆઇ દ્વારા કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવી આસાન નહોતી. કોર્ટમાં યુપી પોલીસ જણાવી ચૂકી હતી કે તેની પાસે સેંગરની ધરપકડ કરવા માટે પૂરતા પૂરાવા નથી. પરંતુ સીબીઆઇએ સેંગરને સકંજામાં લેવા ખાસ વ્યૂહરચના ઘડી હતી.

સીબીઆઇની ટીમ ગુરુવારે રાત્રે 12 વાગ્યે લખનઉ પહોંચી હતી. પરંતુ કુલદીપસિંહ સેંગરનું લોકેશન ન તો લખનઉ પોલીસ પાસે હતું કે ન તો સીબીઆઇ પાસે. સેંગરના પરિવારજનોએ તે વારાણસી ગયા હોવાની જાહેરાત કરી હતી. મધરાત્રી સુધીમાં સેંગરની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે તે ચર્ચાઓ વચ્ચે લખનઉમાં અધિકારીઓની દોડધામ યથાવત રહી હતી. સૌથી પહેલા લખનઉના એસએસપીને રેન્જ આઇજીએ ફોન કરી જણાવ્યું કે સીબીઆઇની ટીમ લખનઉ પહોંચી ચૂકી છે અને કોઇ પણ સંજોગોમાં સવાર પહેલા ધારાસભ્યની ધરપકડ કરવાની છે.

સીબીઆઇએ રાત્રે 1 વાગ્યે લખનઉ એસએસપીનો સંપર્ક કર્યો અને તેની ટીમ એસએસપીના ઘરે પહોંચી. આ સાથે જ લખનઉ અને ઉન્નાવમાં કુલદીપ સેંગરના અનેક સ્થળો પર દરોડા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. રાત્રે 2 વાગ્યે લખનઉના રેન્જ આઇજી સુજીત પાંડે એસએસપીના ઘરે પહોંચ્યા અને એસએસપીને સેંગરના લોકેશન અંગે માહિતી મેળવવાનો આદેશ કર્યો. અંદાજે 2-30 વાગ્યે સીબીઆઇ એસપી રાઘવેન્દ્ર વત્સ પણ લખનઉ એસએસપીના ઘરે પહોંચ્યા અને સેંગરના લોકેશન અને ધરપકડ અંગે ચર્ચા થઇ. અહીં રણનીતિ ઘડવામાં આવી કે 2 ટીમ ઉન્નાવ જશે. જ્યારે કે સીબીઆઇની એક ટીમ અને લખનઉ પોલીસની એક ટીમ લખનઉમાં જ સેંગરની શોધખોળ કરશે.

એસએસપીએ સેંગરના પરિવારજનોનો સંપર્ક સાધ્યો તો. પરિવારજનોએ કહ્યું કે સેંગર ઘર પર હાજર નથી. તે વારાણસી દર્શન કરવા નીકળી ચૂક્યા છે. જો કે લખનઉ પોલીસે સ્પષ્ટ કહી દીધું કે સેંગરની ધરપકડ થવી નક્કી છે. અને તેમણે દરેક સંજોગોમાં પોલીસને સહયોગ આપવો પડશે. પોલીસના કડક વલણ બાદ સેંગરના સંબંધીએ આખરે જણાવ્યું કે કુલદીપ સેંગર લખનઉ સ્થિત ઇન્દિરાનગરના એક ઘરમાં જ છૂપાયેલા છે.

મધરાત્રે અંદાજે 3-30 વાગ્યે પોલીસને સેંગરના લોકેશન અંગે માહિતી મળી ચૂકી હતી. આ સમયે યુપીના ડીજીપી અને કાયદો-વ્યવસ્થાના એડીજીને સેંગરના લોકેશન અંગે વાકેફ કરવામાં આવ્યા. એસએસપીએ પોતાના પોલીસ મથકના અધિકારીઓની એક ટીમ સીબીઆઇની ટીમ સાથે રવાના કરી. તમામ અધિકારીઓ સેંગર જ્યાં છૂપાયેલો હતો તે ઇન્દિરા નગરના ઘરે પહોંચ્યા. ઘરનો દરવાજો ખખડાવતા કુલદીપ સેંગરની બહેને શોર મચાવવાનું શરૂ કર્યું. પરંતુ પોલીસ અને સીબીઆઇએ તેમને બૂમબરાડા પાડવાને બદલે તપાસમાં સહયોગ આપવા જણાવ્યું. જે બાદ સવારે 4-15 મિનિટે કુલદીપસિંહ સેંગરને ગાડીમાં લઇને પોલીસ નીકળી ગઇ. આમ. દબંગ નેતાની છાપ ધરાવતા કુલદીપસિંહ સેંગરને સકંજામાં લેવા ખાસ રણનીતિ અપનાવી અને ચોતરફથી દબાણ ઉભુ કરી સેંગરની ધરપકડ કરી લીધી.

Related posts

PM મોદીનો આજનો કાર્યક્રમ/ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ, CM સાવંત પણ રહેશે હાજર

Pravin Makwana

હવે બસ કરો સરકાર/ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં 35 પૈસાનો વધારો, ગુજરાતમાં સૌથી વધું આ જિલ્લાના લોકોને આપવા પડશે વધારે રૂપિયા

Pravin Makwana

રાષ્ટ્રીયકૃત બેન્કોનો ઢંગધડા વિનાનો વહીવટ/ NPA ઘટાડવા 4 વર્ષમાં નફામાંથી રૂા.6.19 લાખ કરોડની જોગવાઈ કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!