ભગવાન બારડની મુશ્કેલી વધી, સજા પરથી સ્ટે હટાવવાની ગુજરાત સરકારની અરજી મંજૂર

તાલાળા ગીર વિધાનસભા બેઠકનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ભગવાન બારડને ખનીજચોરી મામલે સજા ફટકારવામાં આવી છે. જો કે ખનીજચોરી માં ભગવાન બારડને ગુનેગાર ઠેરવી સુત્રાપાડ કોર્ટે બે વર્ષ કરતા વધારે સમયની સજા ફરમાવી હતી, જો કે આ મામલે કોંગ્રેસ લડી લેવાનાં મૂડમાં છે. તાજેતરમાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભા સ્પીકરની ઓફિસ પાસે બેસીને સસ્પેન્શન પરત લેવાની માંગ સાથે રામધૂન બોલાવી હતી.ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલે સુનાવણી પુરી થયા બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે, પરંતુ આ ચુકાદાથી ભગવાન બારડની મુશ્કેલી વધી છે.

સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડની મુશ્કેલી યથાવત્ છે. તેમની સજા પર સ્ટે હટાવવાના મામલે હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકારની સ્ટે હટાવવાની માંગ ગ્રાહ્ય રાખી છે. જેથી ભગવાન બારડની મુશ્કેલીમાં વધારો થયો છે. જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ ચુકાદો આપતા સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કર્યો છે. તેમજ સેશન્સ કોર્ટમાં ફરીથી કેસ ચલાવવા આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ટ્રાયલ કોર્ટ દ્વારા ખનિજ ચોરી કેસમાં ભગા બારડને બે વર્ષ નવ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે ભગવાન બારડે આ સજા પર સ્ટે લીધો હતો. બીજી તરફ ચુંટણી પંચે તલાલા વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી હતી. જો સજા પર સ્ટે યથવાત રહે તો ચુંટણી મોકૂફ રાખવાની ચૂંટણી પંચને ફરજ પડી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter