GSTV
India News Trending

ભાજપમાં જ ગાબડું પડ્યું / ધારાસભ્ય બારબા મોહન ત્રિપુરાએ પાર્ટીમાંથી ધરી દીધું રાજીનામું, આ પાર્ટીમાં જોડાવાની અટકળો

ત્રિપુરામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ધારાસભ્ય બારબા મોહન ત્રિપુરાએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે એટલું જ નહીં વિધાનસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે.

ગોમતી જિલ્લાના કારબુકના ત્રિપુરાના ધારાસભ્યએ તેમના રાજીનામા પત્રમાં વિધાનસભા સભ્યપદ છોડવા માટે વ્યક્તિગત કારણો દર્શાવ્યા છે. વિધાનસભાના સ્પીકર રતન ચક્રવર્તીએ કહ્યું છે કે કાબુક વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય મને મળ્યા હતા અને અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમની સાથે ટીપરા મોથાના પ્રમુખ પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્મા પણ હતા જેના પગલે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, બારબા મોહન ત્રિપુરા ટિપરા મોથા પાર્ટીમાં જોડાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ રાજીનામા પછી, 60 સભ્યોની વિધાનસભાની સંખ્યા ઘટીને 58 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, આઈપીએફટી ધારાસભ્ય બૃષ્કેતુ દેબબર્માને અગાઉથી જ ગૃહના સભ્યપદ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

કેમેરામેનથી ખોવાઈ ગયા લગ્નના વીડિયો, વરરાજા કોર્ટમાં પહોંચ્યો, કોર્ટે ફટકાર્યો 25,000 રૂપિયાનો દંડ

Padma Patel

રામ ભગવાન- સીતા માતાના પાત્રમાં જોવા મળશે રણબીર- આલિયા, નિતેશ તિવારી ડિરેક્ટ કરશે ફિલ્મ

Siddhi Sheth

56 વર્ષનો પ્રેમી ને 36 વર્ષની પ્રેમિકા….. પહેલા મશીનથી કર્યા મૃતદેહોના ટુકડા, પછી કપાયેલા અંગોને કૂકરમાં ઉકાળ્યા, સનકી પ્રેમીએ ક્રૂરતા પૂર્વક લિવ ઈન પાર્ટનરની કરી હત્યા

pratikshah
GSTV