GSTV

ધારાસભ્ય અદિતીનો ખુલાસો : ‘ન તો કોઈ પરિચય કે ન કોઈ અફેર’,પિતાએ નક્કી કર્યા છે આ લગ્ન, જુઓ ફોટા

રાયબરેલીના સદર વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહ અને પંજાબના કોંગ્રેસના ધારાસભ્ય અંગદ સૈનીના લગ્ન બંને પરિવારોની સંમતિથી નક્કી કરવામાં આવ્યા છે. પહેલાંથી કોઈ ઓળખાણ અથવા અફેર નથી. હાલ દિલ્હીમાં બંને પરિવારો 21 નવેમ્બરના રોજ યોજાનારી લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે.

અદિતિ સિંહે ફોન પર જણાવ્યું હતું કે તેના સ્વર્ગસ્થ પિતા અખિલેશસિંહે તેમના લગ્ન નક્કી કર્યા હતા. મારા પિતાના મૃત્યુના ત્રણ મહિનામાં જ હું લગ્ન કરી રહી છું, જેમ કે તેમણે અંતિમ શ્વાસ લેતા પહેલા કહ્યું હતું કે લગ્ન બંધ ન રહેવા જોઈએ. તેથી અમે ખૂબ જ સરળ રીતે લગ્ન કરી રહ્યા છીએ.

અદિતિ અને અંગદ બંનેના પરિવાર ઘણા લાંબા સમયથી રાજકારણમાં હતા. અદિતિએ ફરી એક વાર કહ્યુ છેકે લગ્ન બાદ પણ તેના વિસ્તાર સાથેનો લગાવ પહેલાની જેમ જ રહેશે. પ્રદેશના લોકોની સમસ્યાઓ સાંભળવી અને તેનું નિરાકરણ લાવવું તેની પ્રાથમિકતા રહેશે. ધારાસભ્યએ કહ્યું કે તેમના પિતા અખિલેશ સિંઘ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય હતા. સદર વિધાનસભા મત વિસ્તારમાં વિકાસ કાર્યો કરાવ્યા હતા. તેમનો પ્રયાસ રહેતો હતો કે ગરીબો સાથે અન્યાય ન થાય. અદિતિએ કહ્યું કે દિલ્હીમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આ લગ્નમાં કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓના આવવાની ચર્ચા છે.

એમએલસીની પુત્રીના લગ્નની તૈયારીઓ પણ  ચાલુ છે

દિલ્હીમાં ધારાસભ્ય અદિતિ સિંહના લગ્નની તૈયારી ચાલી રહી છે. ત્યારે, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાં એમએલસી દિનેશ પ્રતાપ સિંહની પુત્રી માલવિકા સિંહના લગ્નની તૈયારીઓ તેમના પિતૃઓના ઘર નેવાજગંજમાં જોરશોરથી ચાલી રહી છે.

માલવિકા સિંહ 23 નવેમ્બરના રોજ સૂર્ય પ્રતાપ સિંહ સાથે લગ્ન કરશે. આમ તો દિનેશસિંહના નિવાસસ્થાન એફજી કોલોનીમાં પંચવટી તરીકે ઓળખાય છે, પરંતુ હરચંદપુર બ્લોક વિસ્તારના નેવાજગંજમાં પુત્રીના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આ લગ્નમાં ભાજપના દિગ્ગજ નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યાં છે.

READ ALSO

Related posts

હાથરસ ગેંગરેપઃ પીડિતાનું નહોંતું થયું યૌન શોષણ, ગળું દબાવવાથી તુટ્યૂ કરોડરજ્જૂનું હાડકું, મેડિકલ રિપોર્ટમાં થયા મોટા ખુલાસા

Mansi Patel

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રાફેલ જેવી ડીલમાં હવે આ કારણે નહી લાગુ થાય ઓફસેટ પોલિસી

Ankita Trada

લગ્ન પહેલાં દુલ્હન ભાગે તો મળશે ઈંશ્યોરન્સ, ભૂત-પ્રેતના વીમા પર પણ મળે છે ક્લેમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!