GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

શેમ્પૂમાં મિક્સ કરો તમારા રસોડાની આ 1 વસ્તુ, દૂર થશે વાળની 5 સમસ્યાઓ

વાળ દરેક સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે. એટલે જ મહિલાઓ સુંદર, શાઈની અને ભરાવદાર વાળ માટે મહેનત કરે છે. આ માટે બીજા બધા અખતરાની સાથે-સાથે અવનવાં શેમ્પૂ અને તેલ પણ અજમાવતી હોય છે. જોકે પ્રદૂષણ અને ખાન-પાનમાં અસંતુલનના કારણે વાળને બહુ નુકસન થતું હોય છે. એટલે વાળની સાર-સંભાળ માટે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સની જગ્યાએ કેટલાક ભરેલું નૂસખાઓ તમારા માટે વધારે ફાયદાકારક રહી શકે છે.

શેમ્પૂમાં કરો ખાંડ મિક્સ
વાળ ધોતી વખતે તમને જે પણ બ્રાન્ડનું શેમ્પૂ ફાવતું હોય, તેમાં એક ચમચી ખાંડ મિક્સ કરવાથી વાળને ઘણા ફાયદા મળે છે.

મોઇશ્ચરાઈઝ્ડ વાળ
શેમ્પૂમાં ખાંડ મિક્સ કરવાથી વાળમાં ભેજ વધે છે. ઉપરાંત શેમ્પૂનાં કેમિકલ્સનો પ્રભાવ પણ ઘટે છે. વાળમાં પ્રાકૃતિક ચમક આવે છે.

-વાળ ઝડપી વધશે
જેમના વાળ જલદી વધતા ન હોય તેમને આ નૂસખાથી બહુ ફાયદો થશે. વાળ જલદી વધશે અને શાઇની પણ બનશે.

વાળની ડેડ સ્કિન દૂર થશે
વધારે પડતા શેમ્પૂના ઉપયોગથી સ્કેલ્પની સ્કિન ડેડ થઈ જાય છે, જેનાથી વાળમાં ખંજવાળ આવે છે. શેમ્પૂમાં ખાંડ મિક્સ કરવાથી ડેડ સ્કિનથી છૂટકારો મળશે.

ડેન્ડ્રફથી છૂટકારો
અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વાર શેમ્પૂમાં ખાંડ મિક્સ કરી વાળ ધોવા જોઇએ. તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે.

કોમળ વાળ
શેમ્પૂના ઉપયોગથી વાળ શુષ્ક અને બરછટ બની જાય છે. શેમ્પૂમાં ખાંડ મિક્સ કરવાથી આ સમસ્યામાંથી છૂટકારો મળશે.

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!