GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

શું Tik Tok ના ખરાબ દિવસો શરૂ ? ભારતની આ એપ આપી રહી છે જોરદાર ટક્કર

ચીની એપ Tik Tok ની સમય સમય પર ચર્ચા થતી રહે છે. હાલમાં જ એસિડ એટેર જેવા કોન્ટેંટને લઈને એપને એક વખત ફરીથી બેન કરવાની માગ કરવામાં આવી છે. આ વચ્ચે Tik Tok જેવા જ એક ભારત એપ મિત્રો (Mitron) આવી ગયુ છે. ઘણા ઓછા સમયમાં Mitron એપીન પોપ્યુલેરિટી વધી અને હાલમાં પ્લે સ્ટોરના પ્રમાણે આ ભારતમાં પોપ્યુલર એપ્લીકેશનમાંથી એક બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ મહિના પહેલા જ લોન્ચ કરવામાં આવી છે અને તેને અત્યાર સુધીમાં 50લાખ વખત ડાઉનલોડ પણ કરી લેવામાં આવી છે. શરૂઆતના સમયમાં જો તેના ડાઉનલોડને જોઈએ તો, અત્યાર માટે આ ચીની એપ Tik Tok ને ટક્કર આપતુ નજર આવી રહ્યુ છે.

Tik Tok પર મંડરાઈ રહ્યા છે સંકટના વાદળ

Mitron એપ્લિકેશન એવા સમયે આવી છે, જ્યારે Tik TOk એપની રેટિંગ્સ લોકોના વિરોધને કારણે સતત ઘટી રહી છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે, આ એપનું રેટિંગ 1.5 પર પહોંચી ગયું છે. તેની પાછળ બે કારણો છે, પ્રથમ યુટ્યૂબર કેરી મિનાટી દ્વારા ટિક ટોક વિશે બનાવવામાં આવેલ રોસ્ટ વિડિઓ. તમને જણાવી દઈએ કે, કેરી મિનાટી નામના એક ભારતીય યુટ્યુબરે એક ટીકટોક યૂઝરને પોતાના યૂટ્યૂબ વીડિયોમાં બૂરાભાલે કહ્યુ હતુ, ત્યારબાદ કેરીએ આ વીડિયોને ડિલીટ કરી દીધો છે.

સબ્સ્ક્રાઇબર અને ચાહકો કરોડોમાં

જોકે, કેરી મીનાટી (અસલ નામ અજય)ના યુ ટ્યુબના સબ્સ્ક્રાઇબર અને ચાહકો કરોડોમાં છે, તેથી તેના પ્રશંસકોએ Tik Tokની રેટિંગ્સ ઘટાડવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં, ટિક ટોકના જૂના અને આવા એસિડ એટેકને લગતી આવી કોન્ટેન્ટ વાયરલ કરવામાં આવી હતી અને આ મામલો મહિલા આયોગ સુધી પહોંચ્યો હતો.

MITRON એપ્લિકેશનનો બે રીતે ફાયદો થશે

ટિક ટોક એ ચીની એપ્લિકેશન હોવાથી અને તાજેતરમાં જ પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, લોકોએ લોકલ માટે વોકલ થવું જોઈએ. કેટલાક લોકોમાં કોરોના વાયરસની ઉત્પત્તિ માટે ચીન સામે નારાજગી જોવા મળી રહી છે.
આવી સ્થિતિમાં, Tik Tok જેવી ભારતીય એપ્લિકેશન આવી છે, તો દેખીતી રીતે લોકો તેને એકવાર ટ્રાઈ જરૂર કરવા માગશે. જો કે, આ એપ્લિકેશન Tik Tokની આગળ નીકળી જશે કે તેની બરાબર આવશે તે કહેવું ખૂબ જ વહેલું છે. કારણ કે Tik Tok ભારત સિવાય બીજા ઘણા દેશોમાં લોકપ્રિય છે અને તેની પાછળ બાઇટ ડાન્સ નામની એક મોટી કંપની છે.
તાજેતરના અહેવાલ મુજબ, મિટ્રોન હાલમાં ગૂગલ પ્લે સ્ટોરના ફ્રી એપ્સ ચાર્ટમાં 11 માં નંબરે છે. જોકે તે તેની ઉપર પણ આવી ગઈ છે. આ લિસ્ટમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન નંબર -1 પર છે, જ્યારે ટિક ટોક બીજા અને વોટ્સએપ ત્રીજા સ્થાને છે.


READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!