GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

Mitro App પ્લે-સ્ટોરમાં આવી ગઈ પાછી, હાલમાં જ કરાઈ હતી ડિલીટ

બહુજ ઓછા સમયમાં વધુ લોકપ્રિયતા મેળવનારી શોર્ટ વીડિયો એપ મિત્રો ગૂગલ પ્લે સ્ટોર પર પાછી આવી ગઈ છે. મિત્રો એપની કંટેટ પોલીસી ઉલ્લંઘનને કારણે પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવી હતી. જે સમયે મિત્રો એપને પ્લે સ્ટોરમાંથી હટાવવામં આવી હતી, તે સમયે એપની કોઈ પ્રાઈવસી પોલીસી પણ ન હતી. પરંતુ હવે પ્રાઈવેસી પોલીસીને પણ અપડેટ કરી દેવામાં આવી છે.

ચીનની શોર્ટ વીડિયો એપ ટિકટોકને પડકાર આપવા માટે Mitron Appને હવે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. પ્લે સ્ટોર પર આપવામાં આવેલી જાણકારી મુજબ, મિત્રો એપ બેંગલુરુની છે. તેને એ લોકો માટે ડિઝાઈન કરવામાં આવી છે જેઓ પોતાના ટેલેન્ટને દુનિયાની સામે લાવવા માંગે છે. મિંત્રો એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી અત્યાર સુધીમાં 50 લાખથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપને બીજી જૂને પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી હતી.

મિત્રો એપને લઈને એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતોકે, આ એપ મૂળ રૂપથી પાકિસ્તાનની છે. મિત્રો એપને એક પાકિસ્તાની ડેવલોપર્સ પાસેથી લગભગ 2,500 રૂપિયામાં ખરીદવામાં આવી છે. મિત્રો એપનું અસલી નામ TicTic કહેવામાં આવ્યુ હતુ અને કહેવામાં આવ્યુ હતુકે, તેને પાકિસ્તાનનાં ઈરફાન શેખની કંપની Qboxusએ તૈયાર કરી હતી.

ઈરફાન શેખે આ એપને સોર્સ કોડને 34 ડોલર્સ એટલેકે લગભગ 2500 રૂપિયામાં કોઈને વેચી દીધી હતી. હવે અહીં સમસ્યા ડેવલોપર કે પાકિસ્તાન નથી, પરંતુ સમસ્યા છે પ્રાઈવેસી અને મેડ ઈન ઈન્ડિયાને નામે પ્રચાર કરવાનો. સાચું તો એ છેકે, પાકિસ્તાની ટિકટિક એપમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી ફક્ત ટિકટિકનું નામ મિત્રો રાખવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!