GSTV
Home » News » વધુ એક સ્ટારકિડ બોલીવુડમાં કરશે ડેબ્યુ, રાજકુમાર સંતોષિ કરશે ડાયરેક્ટ

વધુ એક સ્ટારકિડ બોલીવુડમાં કરશે ડેબ્યુ, રાજકુમાર સંતોષિ કરશે ડાયરેક્ટ

સ્ટારકિડ્સની વાત કરીએ તો રાજકુમાર સંતોષી પોતાની આગામી ફિલ્મમાં મિથુન ચક્રવર્તીના પુત્ર  નમાશીને  લોન્ચ કરવાનો છે. આ ફિલ્મનું નામ ‘બેડ બોય’ છે અને તેની સાથે સાજિદ કુરેશીની પુત્રી ઇમરિન કુરેશીની જોડી બનશે. આ ફિલ્મ રોમેન્ટિક -કોમેડી હશે. જલદી જ આ ફિલ્મનું શૂટિંગ બેંગલુરુમાં શરૂ કરવામાં આવશે.

મિથુન રૂપેરી પડદાનો સફલ અભિનેતા અને ડાન્સર ગણાય છે. હવે તેનો પુત્ર  આ ક્ષેત્રમાં કેવો દેખાવ કરે છે, તે તો સમય જ બતાવશે. પરંતુ સૂત્રના જણાવ્યા પ્રમાણે  ફિલ્મ નિર્માતાએ નમાશી પાસે ઘણા ઓડિશન કરાવ્યા છે, તેને આ બધા ઓડિશનોથી સંતોષ થયા બાદ જ નમાશીને ફાઇનલ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મનું શૂટિંગ બેગલુરુમાં ૬૫ દિવસ ચાલવાનું છે. આ ઉપરાંત મુંબઇમાં પણ શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મના અમુક ગીતોને ભારત બહાર ફિલ્માવવાની પણ યોજના છે. આ ફિલ્મની સત્તાવાર ઘોષણા થઇ ગઇ છે.

Read Also

Related posts

ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની કૌભાંડમાં ફસાયા, જાહેર ફંડના દુરપયોગ બદલ દોષિત

Mayur

30 સેકન્ડમાં આ ટ્રીક બચાવી લેશે તમારા તુટતાં સંબંધને

Bansari

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી છત્તીસગઢમાં વિજળી પડતાં ચારનાં મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!