બોલિવૂડનો સુપરસ્ટાર હવે સારવાર માટે લોસ એન્જલસ પહોંચ્યો, આ ફિલ્મમાં થઈ હતી ઈજા

મિથુન ચક્રવર્તી ઘણા સમયથી બીમાર રહે છે. પરિણામે તે પોતાની સારવાર કરાવવા અમેરિકા રવાના થયો છે. ડિસ્કો ડાન્સરની થોડા મહિનાથી તબિયતમાં સુધારો ન થતા તેમના પરિવારે તેમને લોસ એન્જલસ લઇ જવાનો નિર્ણય લીધો છે. તેમને વિશ્વાસ છે કે ત્યાં તેમની સારી રીતે સારવાર થઇ શકશે અને તેઓ જલદી સાજા થઇ જશે. મળેલી જાણકારી મુજબ મિથુન સાથે તેનો પુત્ર મહાઅક્ષય અને તેની વહુ મદાલસા શર્મા પણ ગયા છે. મિથુનની તબિયતમાં સુધારો થઇ રહ્યાના સંકેત છે. 

લક ફિલ્મમાં એક સ્ટંન્ટ દરમિયાન થઈ હતી ઇજા

૨૦૧૬માં પણ મિથુનને લોસ એન્જલસ સારાવર માટે જવું પડયું હતું. જોકે ત્યારે પણ તેની બિમારીનું કારણ જાણવા મળ્યું નહોતું. પરંતુ વાત એમ છે કે, ફિલ્મ લક દરમિયાન એક સ્ટંટ દ્રશ્ય ભજવતી વખતે તેને બહુ તકલીફ પડી હતી. ત્યારથી તેની તબિયત સારી રહેતી નથી. ફિલ્મ લક દરમિયાન મિથુન દાને ઇજા થઇ હતી. એક દ્રશ્યમાં તેણે હેલિકોપ્ટમાંથી કૂદકો મારવાનો હતો. જેમાં તે ઘાયલ થયો હતો. આ બાદ તેને સતત પીઠનો દુખાવો રહે છે. જોકે તે ૨૦૧૮ની ફિલ્મ જીનિયસ માં દેખાયો હતો.  તે જલદી જ રામ ગોપાલ વર્માની ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવાનો હતો. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter