GSTV
Home » News » મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

ડાન્સ શો સુપરડાન્સર ચેપ્ટર-૩માં રવિવારે ડિસ્કો ડાન્સરના રૂપમાં જાણીતા અભિનેતા મિથુન ચકવર્તીને મહેમાન બનીને આવ્યા હતા.મિથુનને ખાસ આવકારવા ડાન્સ શોનો વિષય પણ ડિસ્કો ડાન્સર રાખવામાં આવ્યો હતો. શોમાં મિથુન બાળકો સાથે  ડાન્સ કરતો જોવા મળયો હતો અને તેણે ફિલ્મી દુનિયાના કેટલાય રસીક કિસ્સા પણ સંભળાવ્યા હતા. મિથુને  જણાવ્યું કે મને મારા બાળકો પાપા-ડેડી કહેતા નથી પણ મિથુન કહીને જ બોલાવે છે.

View this post on Instagram

A beautiful happy family ……

A post shared by Mithun Chakraborty fan base (@mithun__chakraborty_) on

રવિવારે યોજાયેલા આ શોમાં એક સ્પર્ધકે કહયું કે હું મારા પિતાને બહુ પ્રેમ કરૂ છું અને એટલે હું તેને બ્રો કહીને બોલાવું છું.આ સાંભળી મિથુને પણ કહયું કે મારે ત્રણ પુત્રો અને એક પુત્રી છે. મારા બાળકો મને મિથુન કહીને જ બોલાવે છે, કોઇ મને પાપા-ડેડી કહેતા જ નથી.

મિથુનની આ વાત સાંભળી જજ ગીતા કપૂરે પૂછયું કે દાદા એવું કેમ છે ? તો મિથુને કહયું કે જયારે મારા મોટા પુત્રનો જન્મ થયો ત્યારે તે ચાર વર્ષ સુધી બોલી શકતો ન  હતો. એક બે અક્ષરો જ બોલતો હતો. એક દિવસ અમે તેને મિથુન બોલવા કીધું અને તે બોલ્યો મિથુન બોલ્યો. આ વાતની જયારે મિમોહના ડોકટરને ખબર પડી તો તેણે કહયું સારૂ થયું હવે તમે તેને મિથુન બોલવાનો જ આગ્રહ રાખી બોલાવવાનો પ્રયાસ ચાલુ રાખો.

મિથુન કહે છે કે મિમોહના ડોકટરની વાતને અમે માની લીધી અને તેને બોલાવવા પ્રયાસો કરવા લાગ્યા તો તે મિથુન બોલવા સાથે સાથે બધું બોલવા લાગ્યો અને તે મોટો થવા લાગ્યો. ત્યારથી જ તે મને મિથુન કહીને જ બોલાવે છે.મિમોહ બાદ બીજો પુત્ર અને ત્યાર બાદ ત્રીજો પુત્ર થયો.બાદમાં પુત્રીનો જન્મ થયો.પુત્રીને જન્મ બાદ થયું કે ત્રણેય ભાઇઓ મિથુન જ બોલે છે તો હું પણ શા માટે મિથુન ન કહું, બસ ત્યારથી જ મારા સંતાનો અને મારા વચ્ચે ભાઇબંધી છે અને આજે પણ મારા સંતાનો મને મિથન કહીને જ વાત કરતા રહે છે.

READ ALSO

Related posts

સંસદના પ્રથમ દિવસે જ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર આવ્યા વિવાદમાં, વિપક્ષે કર્યો વિરોધ

Nilesh Jethva

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!