મહિલા ક્રિકેટર મિતાલી રાજના વિવાદ પર પૂર્વ ક્રિકેટરે આપ્યું ચોંકાવનારું નિવેદન

મિતાલી રાજની સાથે ભેદભાવવાળા મામલે રમેશ પોવારને કોચ પદ પરથી હટાવ્યા બાદ પૂર્વ ક્રિકેટર મદનલાલે મોટું નિવેદન આપ્યું છે. મદનલાલના આ નિવેદનથી પવાર-મિતાલી મામલો એક વખત ફરી તાજો થઇ ગયો છે.

મદન લાલે મિતાલી રાજ પર ટિપ્પણી કરતા કહ્યું કે ઘણી વખત કોચને મજબૂરીમાં આવા નિર્ણય લેવા પડતા હોય છે, જે ટીમના હકમાં હોય. આવા પ્રકારની વાતો ખેલાડીઓએ વ્યક્તિગત લેવી ના જોઈએ. આ બાબતથી ટીમની રણનીતિ વિખેરાઈ જાય છે અને માહોલ ખરાબ થાય છે. મદનલાલે વધુમાં કહ્યું, ‘રમેશ પોવાર મિતાલી રાજના કોઈ દુશ્મન નથી. પોવારની ઉપર કિચડ ઉછાળવાને બદલે મિતાલીએ પોતાની રમત સુધારવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ અને ટી-20 ટીમ માટે પોતાની જાતને સાબિત કરવી જોઈએ.’

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટી-20માંથી મિતાલી રાજને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મિતાલીએ બીસીસીઆઈ સીઈઓને મેલ લખીને રમેશ પોવાર પર પોતાના વિરુદ્ધ કાવતરું રચવાનો આરોપ લગાવ્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter