મિતાલી પર કોચ પવારના ગંભીર આક્ષેપ, ઓપનિંગ ન મળતાં આપી હતી આ ધમકી

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી અનુભવી ખેલાડી મિતાલી રાજના સિલેક્શન વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રમેશ પવારે મિતાલી રાજ પર કોચોને બ્લેકમેલ કરવાનો આરોપ મૂકયો છે.

ભારતીય ક્રિકેટ ટીમની સૌથી અનુભવી ખેલાડી મિતાલી રાજનો વિવાદ ખત્મ થવાનું નામ જ લઇ રહ્યું નથી અને હવે આ વિવાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે. મહિલા ટીમના મુખ્ય કોચ રમેશ પવાર એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને સોંપેલા રિપોર્ટમાં મિતાલી પર કોચોને બ્લેકમેલ કરવાનો આરોપ મૂકયો છે.

પોવારે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે મિતાલીએ તેમને ઓપન કરવાની તક ન મળવા પર મહિલા વર્લ્ડ ટી-20થી નામ પાછું લેવાની અને સંન્યાસ લેવાની ધમકી આપી હતી.

તેમણે એમ પણ કહ્યું કે ભારતીય મહિલા વન ડે ટીમની કેપ્ટન મિતાલીને કોચોને બ્લેકમેલ કરવાનો અને તેના પર દબાણ નાંખવાનું બંધ કરવું જોઇએ. તેમણે પોતાના પહેલાં ટીમનું હિત જોવું જોઇએ. મિતાલી અંગે કરવામાં આવેલો આ ખુલાસો મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શન પર કોચ દ્વારા કરાયેલા મૂલ્યાંકનનો હિસ્સો છે, જેમાં ભારતને ઇંગ્લેન્ડની વિરૂદ્ધ સેમીફાઇનલમાં હાર મળી હતી.

જણાવી દઇએ કે ઇંગ્લેન્ડની વિરૂદ્ધ સેમીફાઇનલ મેચમાં મિતાલીને અંતિમ ઇલેવનમાંથી બહાર રાખવાની વાતે મોટા વિવાદનું સ્વરૂપ લઇ લીધું અને આ કેસમાં કોચ પોવાર પાસે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના પ્રદર્શનનો રિપોર્ટ માંગવામાં આવ્યો. તેના થોડાંક સમય બાદ મિતાલીએ મંગળવારના રોજ ટીમના કોચ રમેશ પોવાર અને પ્રશાસકોની સમિતિ (સીઓએ)ની અધ્યક્ષ ડાયના ઇડલ્જીને આડે હાથ લીધા છે.

ટી-20 ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું છે કે આ બંનેનો તેમને બહાર બેસાડવામાં મોટો હાથ છે. મિતાલીના આ આરોપ પર પોતાની પ્રતિક્રિયા આપાત પોવારે તેમના પર આરોપ મૂકયો. તેમણે કહ્યું કે મને આશા છે કે મિતાલી કોચોને બ્લેકમેલ કરવાનું અને તેના પર દબાણ નાંખવાનું બંધ કરી પોતાની પહેલાં ટીમના હિત અંગે વિચારવાનું શરૂ કરે. આશા છે કે તેઓ એક મોટી છબીને જોવાનું શરૂ કરશે અને મહિલા ક્રિકેટને શ્રેષ્ઠ કરવા તરફ કામ કરશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter