હરમનપ્રિત અપરિપકવ, જૂઠી અને ચાલાક કેપ્ટન, મિતાલી રાજની મેનેજર અાક્રમક મૂડમાં

આવતીકાલે મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઇનલ છે. આપણે ઘરભેગા થઈ ગયા છે. એક સામાન્ય ભૂલ ભારતને ભારે પડી ગઈ છે. ભારતની સ્ટાર બેટ્સમેનને સેમિ ફાયનલમાં બહારનો દરવાજો દેખાડવાનું ભારતને ભારી પડી ગયું છે. જેનું નુક્સાન એ છે કે, ભારતે વર્લ્ડકપ જીતવાની તક ગુમાવી દીધી છે. ભારતની ટીમ હાલમાં ફોર્મમાં છે. દેશ પાસે સારી તક હોવા છતાં આપણે વિશ્વ કપમાં જીતી શક્યા નથી.

અપરિપકવ, જૂઠી અને ચાલાક કેપ્ટન

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મહિલા ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં અનુભવી બેટ્સમેન મિતાલી રાજને બહાર રાખવામાં આવતા ભારતીય કેપ્ટન હરમનપ્રિત કૌરની ટીકા થઇ રહી છે. મિતાલી રાજની મેનેજર અનીશા ગુપ્તાએ એક ટ્વીટ દ્વારા હરમનપ્રિતને આડે હાથ લીધી હતી અને તેને અપરિપકવ, જૂઠી અને ચાલાક કેપ્ટન ગણાવી હતી.

અનીશાએ એક tweet કર્યું છે.કે ‘દુર્ભાગ્યવશ ભારતીય ટીમ રાજકારણમાં વિશ્વાસ કરે છે ના કે રમતમાં. ભારત અને આયરલેન્ડ વચ્ચેની મેચમાં મિતાલી રાજનો અનુભવ કેટલો કામ આવી શકતો હતો, આ જોયા બાદ પણ તેને (હરમનપ્રિત) જે અપરિપકવ, જૂઠી અને ચાલાક છે તેને ખુશ કરવા માટે તેને હરમનપ્રિતને મનની કરવા દીધી હતી હોવાનું એક હિન્દી વેબસાઈટમાં ઉલ્લેખ કરાયો છે.’

tweet દૂર કરી દેવાયું

આ tweet અનઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યુ હતું. જ્યારે અનીશાને આ મામલે પૂછવામાં આવ્યુ તો તેને આ ટ્વીટ તમારૂ જ છે તો તેને હાં કહી હતી અને પોતાના નિવેદનને યોગ્ય જણાવ્યુ હતું. જોકે, તેનું એકાઉન્ટ કેટલાક કલાક બાદ ડિલેટ કરી દેવામાં આવ્યુ છે. મહત્વપૂર્ણ છે કે ભારત અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મેચમાં હારનો સામનો કર્યા બાદ પ્રથમ વખત મહિલા ટી-20 વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન તૂટી ગયુ હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter